ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર શિક્ષણ વિભાગની અપીલ, ભરચક વાહનમાં બાળકોને સ્કૂલે ન મોકલવા - Guajrati News

પોરબંદરઃ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર તથા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓની સલામતી માટે પગલા લેવા જણાવવામાં આવ્યું છે.

પોરબંદર શિક્ષણ વિભાગની અપીલ ભરચક વાહનમાં સ્કૂલે ના મોકલવા

By

Published : Jun 25, 2019, 4:44 PM IST

પોરબંદર જિલ્લાની દરેક સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓના આચાર્યને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, શાળામાં અભ્યાસ કરતા અને રીક્ષા, વાન કે બસમાં આવતા વિદ્યાર્થીઓ માટે માર્ગ સલામતીના નિયમો ચુસ્તપણે પાલન થાય છે કે નહી. જેમાં બાળકોને સ્કૂલે લઈ જવાતા તમામ પ્રકારના વાહનોમાં સ્કૂલરિક્ષા સ્કૂલ બસ મોટા અક્ષરે લખવાનું રહેશે. વાહનને લગતા દસ્તાવેજો વગર સ્કૂલ વાહન ચલાવી શકાશે નહીં.

પોરબંદર શિક્ષણ વિભાગની અપીલ, ભરચક વાહનમાં બાળકોને સ્કૂલે ન મોકલવા

ખાનગી રજીસ્ટ્રેશન ધરાવતા વાહનો ભાડેથી બાળકોને લઇ આવવા માટે લઇ જવા પર પ્રતિબંધ છે. સ્કૂલ વર્દીમાં વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર CNG કે LPG ગેસથી ચલાવી શકાશે નહીં. આમ છતાં શાળા દ્વારા બિનઅધિકૃત વાહનો ચાલતા હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગાઈડ લાઈન મુજબ તમામ સ્કૂલોએ રેકોર્ડ તૈયાર કરવાનો રહેશે.

આ ઉપરાંત, શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના વ્હાલસોયાનું જીવન અમૂલ્ય હોય આથી ભરચક વાહનોમાં સ્કૂલે ના મોકલવામાં આવે તેની ખાસ કાળજી રાખવી. જો આ રીતે કરવામાં નહીં આવે તો જે તે સ્કૂલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોરબંદર શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક સંદીપભાઈ સોનીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, પોરબંદરમાં આરટીઓ દ્વારા તથા ટ્રાફિક શાખા દ્વારા પણ આ નિયમનું ચુસ્તપણે પાલન થાય તેવું જણાવવામાં આવ્યું હતું. આરટીઓ દ્વારા અત્યાર સુધીમાં 14 જેટલી પીયાગો રિક્ષા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 40 લોકોને મેમો આપવામાં આવ્યા હતા છે. જો કોઈ નિયમ ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આરટીઓ અધિકારી સાગરભાઈ બોદરે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details