પોરબંદર એરપોર્ટ ખાતે "એન્ટી હાઇજેક મોક ડ્રીલ"નું આયોજન કરાયું
પોરબંદર જિલ્લામાં “એન્ટી હાઇજેક મોક ડ્રીલ” કમિટિના ચેરમેન અને કલેક્ટર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં એરપોર્ટ ખાતે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું.
પોરબંદરઃ જિલ્લામાં એરપોર્ટ ખાતે “એન્ટી હાઇજેક મોકડ્રીલ” કમિટિના ચેરમેન અને કલેક્ટર ડી.એન.મોદીની અધ્યક્ષતામાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
સવારે 10ઃ30 કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આ મોકડ્રીલ શરૂ કરવામાં આવી હતી. ઇમરજન્સી સમયમાં તાલીમ પામેલા જવાનો તથા એન્ટી હાઇજેક મોકડ્રીલ કઇ રીતે નિર્ણય લઇને અચાનક આવેલી ઘાતને ટાળી શકે તેની મોકડ્રીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા પોરબંદરના એરપોર્ટ ડાઇરેક્ટર પ્રમોદકુમાર શર્મા સહિત ઇન્ડિયન નેવી, C.I.S.F. ગુજરાત પોલીસ, સેન્ટ્રલ ઇન્ટેલીજન્ટ બ્યુરો, ઇન્ડિયન ઓઇલ, સ્પાઇસ જેટ ટ્રુ જેટ એરલાઇન્સ, જિલ્લા માહિતી કચેરી, સીવિલ સર્જન સહિતનાં કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મોકડ્રીલના સફળ આયોજન બદલ કલેક્ટર ડી.એન.મોદીએ તમામ સભ્યોને કાર્યક્રમની સફળતા માટે આભાર વ્યક્ત કર્યો હતો તથા ડ્રીલ વધારે સફળ બનાવવા સભ્યો પાસેથી સુચનો મેળવ્યા હતા.