પોરબંદરઃ પોરબંદરનો વધુ એક વ્યક્તિ કોરોના મુક્ત થયો છે. મુંબઇથી આવેલા ગોપાલભાઈ કનૈયાલાલ પાંજરી નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર અપાઈ હતી.
પોરબંદર: વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, તંત્રમાં મહિતી સંકલનનો આભાવ જણાયો - porbandar corona update
પોરબંદરનો વધુ એક વ્યક્તિ કોરોના મુક્ત થયો છે. મુંબઇથી આવેલા ગોપાલભાઈ કનૈયાલાલ પાંજરી નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર અપાઈ હતી.
10 દિવસની સારવાર બાદ તેઓ કોરોના મુક્ત થતા આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પોરબંદરમાં હવે 1 પોઝિટિવ કેસ એક્ટિવ છે. જો કે, આ બાબતે માહિતી ખાતાના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી ન હતી. ઇટીવી ભારત સાથે વાતચીત કરતા ડો. ઠાકોરે જણાવ્યું હતુ કે, દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે ડો. મકવાણા ડ્યૂટી પર હતા. એ સમયે દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યાની માહિતી હોસ્પિટલના વોટ્સએપ ગ્રુપમાં મુકાઈ ન હતી. બાબતમાં અધિક કલેક્ટર અને જિલ્લા કલેકટરને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવા નું જ ટાળ્યું હતું. જેથી આ બાબતને લઈને તંત્રમાં સંકલનનો અભાવ જણાયો હતો.
થોડા દિવસો પહેલા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોરબંદરના દર્દીનું મોત થયા અંગે પણ બેદરકારી સામે આવી હતી. આમ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં માહિતી સંકલનનો અભાવ જોવા મળ્યો હતો.