ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરની ઇન્ટિગ્રેડેટ નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં વાર્ષિક દિવસની ઉજવણી કરાઇ - porbandar news

પોરબંદરની ઇન્ટિગ્રેડેટ નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં 31જાન્યુઆરી, 2020ના રોજ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્કૂલના ચેરમેન રીઅર એડમિરલ સંજય રોય, VSM, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નવલ એરિયા ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરની ઇન્ટિગ્રેડેટ નેવી ચિલ્ડ્રન સ્કૂલ
પોરબંદરની ઇન્ટિગ્રેડેટ નેવી ચિલ્ડ્રન સ્કૂલ

By

Published : Feb 2, 2020, 10:00 PM IST

પોરબંદરમાં આવેલી ઇન્ટિગ્રેડેટ નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2019-20 માટે 31જાન્યુઆરી, 2020ના રોજ વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લીટલ એન્જલ્સ, કિન્ડરગાર્ડન અને NCSના વિદ્યાર્થીઓએ અહીં યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમજ આત્મવિશ્વાસ, જાહેરમાં વક્તવ્ય અને ટીમની લાગણીના ગુણોને આત્મસાધ કર્યા હતા.

લીટલ એન્જલ્સ, NKG અને ધોરણ તેમજ દ્વારા ‘ઉમીદ-2020’ થીમ હેઠળ વાર્ષિક દિનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મીડલ સ્કૂલનો કાર્યક્રમ ‘આવાઝ-2020’ની થીમ પર આધારિત હતો, જે ઉત્કૃષ્ટતા અને આત્માના અવાજ સાથે હાંસલ કરવાની આશા આધારિત થીમ હતી. નેવી ચિલ્ડ્રન સ્કૂલના ચેરમેન રીઅર એડમિરલ સંજય રોય, VSM, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નવલ એરિયા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા અને અભ્યાસક્રમ પૂરક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા બદલ તેમણે ‘માહી હાઉસ’ને વિજેતા તરીકે પુરસ્કાર એનાયત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details