પોરબંદરઃમુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવા પોરબંદરના દેગામ મહેર સમાજ ખાતે કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પોરબંદરના દેગામ ખાતે ખેડૂતોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા - porbandar babu bokhiriya
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તેમજ ખેતીવાડી ખાતાની અન્ય યોજનાઓથી ખેડૂતોને માહિતગાર કરવા પોરબંદરના દેગામ મહેર સમાજ ખાતે કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : મેઘજીભાઇ કણઝારીયા
આ પ્રસંગે મેઘજીભાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કિસાનોના હિતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમા મૂકી છે. માવઠું, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ કરવા રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે. જેમાં રાજ્યના નાના-મોટા મધ્યમ તમામ ખેડૂતોને આવરી લીધાં છે. આ યોજનાના લાભ માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનું પ્રિમિયમ ભરવાનું નથી. ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ. યોજનાની જોગવાઈ મુજબ જે લાભ મળવાપાત્ર હશે તે તમામ લાભો પણ મળશે. ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે, તેના લીધે ગુજરાતની ખેતી સમગ્ર દેશમાં આદર્શ અને પ્રેરણાદાયી બની છે.