ગુજરાત

gujarat

ETV Bharat / state

સૂચના વગર પાણી છોડાતા પોરબંદરના લોકોમાં રોષ, કલેક્ટરનો લુલો બચાવ - Porbandar leaving water without notice

પોરબંદર: જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થતાં પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે લોકોએ પોરબંદર જિલ્લા કલેકટરને રજૂઆત કરતા કલેક્ટરે માત્ર એટલું જ કહ્યું 'જોવડાવી લઉં છું કોઈ કામગીરી ન કરાય પાણીનો પ્રવાહ હજુ સતત ચાલુ છે'.

Porbandar

By

Published : Oct 3, 2019, 8:08 PM IST

પોરબંદર જિલ્લાના આસપાસના જિલ્લામાંથી પડેલ વરસાદના કારણે તમામ ડેમો છલકાઈ ગયા છે અને ભાદર ડેમ છલકાતા તેનું પાણી કર્લી જળાશયમા થઈને પોરબંદર શહેરના મફતીયા પરા, પોરાઈ માં મંદિર વિસ્તાર તથા ખડપીઠ વિસ્તારો અને કુંભારવાડા સહિત ખારવા વાળમાં બંદર વિસ્તારમાં પાણીનો પ્રવાહ એકાએક બપોરના સમયે વધ્યો હતો અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

સૂચના વગર પાણી છોડાતા પોરબંદરના લોકોમાં રોષ, કલેક્ટરનો લુલો બચાવ

પરંતુ દર વર્ષે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે છે અને સૂચના પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે કોઈપણ જાતની સૂચના વગર પાણી છોડવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બંદરમાં પાર્ક કરેલી નાની બોટ જેને પીલાણા પણ કહેવાય છે તેવા દસેક બોટોને નુકસાન પણ પહોંચ્યું હતું. આ નુકસાનની જવાબદારી કોની વાતાવરણ ખરાબ હોવાને લીધે બંદરમાં અનેક બોટ અને પીલાણા પાર્ક કરવામાં આવ્યા છે તો મોટું નુકસાન ન થાઈ તે માટે આગમ ચેતી સ્વરૂપે સૂચના આપવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details