પોરબંદર:જેતપુર સાડીના પ્રિન્ટ અને ડાઇંગ એકમોનું કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવા ગુજરાત સરકારે એક પ્રોજેકટ બનાવ્યો છે. જેમાં જેતપુરથી પોરબંદર સુધી 110 કિમિ પ્રદુષિત પાણીની પાઇપલાઇન પોરબંદરના દરિયા સુધી લંબાવી દરિયામાં નિકાલ કરવામાં આવશે. જોકે બીજી તરફ આ પ્રોજેક્ટને લઈને ખારવા સમાજના લોકોમાં રોષ ભભૂક્યો છે. તેમને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
675 કરોડના ખર્ચે યોજના:ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટ માટે સરકારે 675 કરોડના ખર્ચે યોજના બનાવી છે જેને રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવની અધ્યક્ષતા હેઠળ 11 સભ્યોની પેનલ બનેલ છે. પેનલમાં ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દોઢેક મહિના પહેલા આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હોવાના સમાચાર મળ્યા હતા. આ ઉપરાંત આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય પાસે આખરી સી.આર.ઝેડ ક્લિયરન્સ માટે પેન્ડિગ હોવાની ચર્ચા થઈ રહી છે.
'શરૂઆતથી જ આ પ્રોજેકટનો વિરોધ ખારવા સમાજ કરી રહયો છે. આ અંગે પીએમ નરેન્દ્ર મોદી, સીએમ ભુપેન્દ્ર ભાઈ પટેલ અને પર્યાવરણ મંત્રીને પણ લેટર લખી પ્રોજેકટ રદ કરવાની માંગ કરી છે. જો પ્રોજેકટ રદ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.' -પવન શિયાળ, પ્રમુખ, પોરબંદર ખારવા સમાજ
ખારવા સમાજની માંગ:પોરબંદર સમસ્ત ખારવા સમાજની પંચાયત મઢી ખાતે એક બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ખારવા સમાજે એક સુર પુરાવ્યો હતો. સમસ્ત ગુજરાત ખારવા સમાજ અને પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પવન શીયાળે જણાવ્યું હતું કે જેતપુરનું પ્રિન્ટ અને ડાઈંગનું કેમિકલયુક્ત પાણી જો પોરબંદરના દરિયામાં નિકાલ કરવામાં આવશે તો અનેક માછલી સહિત અનેક દરિયાઈ જીવોને નુકસાન થશે. આ ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન થશે. આથી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે ત્યાં જેતપુરમાં ફિલ્ટર કરેલ પાણીનું તળાવ કરે અથવા અન્ય યોજના બહાર પાડે જેનાથી દરિયાઈ જીવને નુકસાન ન થાય.
- Bhavnagar News : ઈચ્છામૃત્યુની માંગ સાથે મહુવાના માતા-પુત્ર પહોંચ્યા કલેક્ટર કચેરી, જાણો શું છે મામલો...
- Amreli Rain: અમરેલીમાં સતત આઠ દિવસથી વરસાદી માહોલ, ખેતી પાકને મળ્યું નવું જીવનદાન