- પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ આકર્ષક સેન્ડ આર્ટ બનાવી આર્ટિસ્ટની અનોખી દેશભકિત
- શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું સેન્ડ આર્ટ
- ભારતનો નકશો અને ત્રણ સિંહ મુદ્રા સહિત બનાવાયું સેન્ડ આર્ટ
પોરબંદરઃ26 જાન્યુઆરી પ્રજાસતાક દિવસની દેશભરમાં લોકો દેશભક્તિ વ્યકત કરે છે. ત્યારે પ્રજાસતાક દિવસની પૂર્વસંધ્યાએ પોરબંદરના જાણિતા સેન્ડ આર્ટીસ્ટ નથુભાઈ ગરચર દ્વારા ચોપાટી ખાતે ભારતનો નકશા સહિત ત્રણ સિંહની આકૃતિ સાથે રાષ્ટ્રીય ચિન્હના આકર્ષક સેન્ડ આર્ટનું નિર્માણ કર્યું હતું. આ સ્ટેન્ડ આર્ટ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું..નથુભાઈ ગરચરે અનેક સેન્ડ આર્ટ સ્પર્ધામાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે આ કળા જોઈ લોકો પણ મનમોહિત થયા હતા.
- રિટાયર બેન્ક કર્મચારીને સેન્ડ આર્ટનો અનોખો શોખ