ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા - porbandar health department

પોરબંદરમાં ગંભીર બિમારીની સારવાર માટે સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે મા કાર્ડ કઢાવવામાં આવે છે. પરંતુ આજે મા અમૃતમ કાર્ડ ભરેલુ બોક્સ પોરબંદરના ગાયવાડી વિસ્તારમાંથી મળી આવતા આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી હતી.

પોરબંદર
પોરબંદર

By

Published : May 1, 2021, 9:06 AM IST

  • મા કાર્ડ મેળવવા માટે અનેક જરૂરિયાત મંદ લોકો ધક્કા ખાય
  • પોરબંદરના આરોગ્ય વિભાગની બેદરકારી દેખાઇ
  • મા અમૃતમ કાર્ડનું બોક્સ રસ્તે રઝળતા મડયા

પોરબંદર :જિલ્લામાં મા કાર્ડ મેળવવા માટે અનેક જરૂરિયાત મંદ લોકો ધક્કા ખાતા હોય છે. ત્યારે પોરબંદરના આરોગ્ય વિભાગે બેદરકારી દાખવવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ તૈયાર કરેલા મા કાર્ડનું એક બોક્સ વાળી વિસ્તારમાં મળી આવ્યું હતું.

પોરબંદરમાં મા અમૃતમ કાર્ડનું બોક્સ રસ્તે રઝળતું મળ્યું

આ પણ વાંચો : પોરબંદરમાં મા કાર્ડ મેળવવા અરજદારોને મુશ્કેલીમાંથી રાહત, ગુરુવારથી જિલ્લા પંચાયતમાં ઓફિસ ખુલશે

બોક્સ કઇ રીતે રસ્તા પર પડી ગયું અનેે આ બોક્સ લઈને કયો કર્મચારી નીકળ્યો હતો તે અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે. તંત્રને આ કાર્ડની કોઇ કિંમત ન હોય તેમ આ કાર્ડ રસ્તે રઝળતા હતા. એક જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગમાં જાણ કરતા તાત્કાલિક આવીને બોક્સ લઈ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આણંદ હાર્ટ હોસ્પિટલમાં 'મા કાર્ડ' પર થઈ માથાકુટ, ડૉકટરે કર્યો મીડિયા કર્મીઓ પર હુમલો

ABOUT THE AUTHOR

...view details