ભારતીય સુરક્ષાની તમામ એજન્સીઓ બીપરજોય વાવાઝોડાની પ્રાકૃતિક આપદા સામે લડવા સજ્જ પોરબંદર: ગુજરાતના દરિયાકિનારે બીપરજોય વાવાઝોડાનું જોખમ તોડાઈ રહ્યું છે. અત્યારે આ સમયે ગુજરાતમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. વાવાઝોડા સામે લડવા હવે સુરક્ષા એજન્સીઓએ પણ સતર્કતા દાખવી છે. વાવાઝોડાના ખતરા સામે લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે આર્મીની 27 જેટલી વધુ ટિમ ભુજ ગાંધીધામ નલિયા જામનગર અને દ્વારકામાં તેના કરવામાં આવી છે. આ ટિમમાં એન્જિનિયર તથા મેડિકલ સ્ટાફ ને એલર્ટ કરાય છે. ઇન્ડિયન આર્મી એ એનડીઆરએફ સાથે સંયુક્ત રૂપે રાહત કાર્યની યોજના બનાવી છે.
આર્મીનો પૂરતો સહયોગ મળશે:ઇન્ડિયન આર્મીના અધિકારી ઓએ તાજેતરમાં ગુજરાતના મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં પણ ભાગ લીધો હતો. આ સમયે પૂર્ણ રીતે સહયોગ આપવાનું આશ્વાસન આર્મીના અધિકારીઓએ આપ્યું છે. આપદા સામે લડવા તરવૈયાઓની ટીમ બનાવીઇન્ડિયન નેવી પણ બચાવ કાર્ય માટે ઓખા પોરબંદર અને વાલસુરા જામનગર માં કુશળ તરવૈયાઓનું લીસ્ટ બનાવી 15 જેટલી તરવૈયાઓની ટીમ રેડી પોઝીશન પર રાખવામાં આવી છે. આ દરેક ટીમમાં પાંચ સભ્યો હોય છે. આ ટીમમાં જરૂર પડીએ સભ્યનો વધારો પણ કરી શકાય છે.
કોમ્યુનિટી ચેઇન પ્રસ્થાપિતગુજરાતના દરિયા કિનારા પર આ વાવાઝોડાનું મોટું જોખમ હોય ત્યારે આ સમયે 4 જૈમીની શ્રેણીની ઇંફ્લેટેડ બોટ ને તૈનાત કરાઈ છે. જેમાં પ્રત્યેક બોટ 10 થી 12 લોકો ની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત પ્રભાવિત લોકોની ભોજન અને સહાય સામગ્રી વિતરણ માટે ઓખા પોરબંદર વાલસુરા માં કોમ્યુનિટી ચેઇન સ્થાપિત કરવામાં આવી છે . ભારતીય વાયુસેના લોકોના રક્ષણ માટે તત્પરભારતીય વાયુ સેનાએ બરોડામાં એક Air32 વિમાન અમદાવાદમાં ચેતક હેલિકોપ્ટર અને દિલ્હીમાં સી 130 ટ્રાન્સપોર્ટ વિમાન પેહલાદ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જામનગર નલિયા અને ભુજમાં ગરુડ કમાન્ડો પણ તેનાત કરવામાં આવ્યા છે.
સલાહ પણ આપવામાં આવી: ભારતીય તટ રક્ષક દળ પણ એલર્ટ મોડ માંગુજરાતના તમામ ભારતીય તટ રક્ષક દળના સ્ટેશન પર બચાવ અભિયાન અને સિવિલ એડમિનિસ્ટ્રેટિવ માટે તૈયારી રાખવામાં આવી છે. ભારતીય તટ રક્ષક દળ દ્વારા બચાવો કામગીરી માટે 15 જહાજ અને સાત વિમાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય તટ રક્ષક દળ ના સ્ટેશન પર 29 જૈમીની બોટ 50 ઓવીએમ અને 1,000 થી વધુ લાઈફ જેકેટ તથા 200 લાઈફ બોય તૈયાર રાખવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડ ની મરીન પોલ્યુશન રિસ્પોન્સ ટીમ પણ સંભવિત પરિસ્થિતિમાં લડવા તૈયાર છે. ગુજરાતમાં ભારતીય તટ રક્ષક દળ દ્વારા દરિયા કિનારાના ક્ષેત્રોમાં જાનમાલની નુકસાની સુનિશ્ચિત કરવા માટે લોકલ લેવલે તથા ટેક હોલ્ડર્સ અને ફિશરમેન તથા હેન્ડલિંગ એજન્સી સાથે સતત વાતચીત કરી રહી છે. વાતાવરણ અને વાવાઝોડા થી બચવા માટે લોકોને સલાહ પણ આપવામાં આવી રહી છે.
- Cyclone Biparjoy Live Status: આજે સાંજ સુધીમાં વાવાઝોડું જખૌ પાસે ટકરાશે, ટુકડીઓ તૈયાર
- Cyclone Biparjoy updates: નાગરિકોની સલામતી માટે સજ્જ, મુખ્યપ્રધાન પટેલ બાદ ગૃહપ્રધાને કરી સમીક્ષા