પોરબંદર જિલ્લાની તમામ બોટ પર સરકારે નિર્ધારિત કરેલ કલર કરવાનો રહેશે - બોટ પર સરકારે નિર્ધારિત કરેલ કલર કરવો
પોરબંદર: દરિયામાં માછીમારી કરતી પોરબંદર જિલ્લાની તમામ બોટને રાષ્ટ્રીય સુરક્ષાનાં હેતુસર દરેક બોટ માલિકે પોતાની બોટ પર સરકારે નિર્ધારિત કરેલો કલર કરવાનો રહેશે. જિલ્લાનાં તમામ બોટ માલિકોએ બોટના કેબીનમાં નારંગી રંગ, પઠાણમાં કાળો રંગ, સુકાનની ઓરડી અથવા કેનોપીમાં નારંગી રંગ લગાડવાનું સરકારે નક્કી કરેલ છે. વહાણનો રજીસ્ટ્રેશન નંબર કાળા રંગથી લખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
Porbandar
આ ઉપરાંત કેબીન પર તથા બોટના મોરાની બન્ને બાજુએ કાળા બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરથી ફલોરેસેન્ટ ઓઇલ પેઇન્ટથી બોટનું નામ, રજીસ્ટ્રેશન નંબર અંગ્રેજીમાં લખવા. આ ઉપરાંત લખાણના અક્ષરની ઉંચાઈ 10 સેમી અને પહોળાઈ 2 સેમીથી ઓછી નહી રાખવાનો આદેશ કરાયો છે. વહાણની ડાબી અને જમણી બાજુની ચાર જગ્યાએ ભારતીય ધ્વજ પણ ચીતરવાનો રહેશે.