પોરબંદર- જિલ્લા ના રાણાવાવ ગામે ગત તારીખ 8-1-2022 ના રોજ ગોપાલપરામાં રહેતા સાજણબેન કરસનભાઈ લાખાણાના ઘરમાં ઘૂસી અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી અને ૯૦ હજારની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી, જ્યારે પોલીસે આરોપીને શોધવા કમર કસી હતી, ત્યારે નવ માસ બાદ પોરબંદર(porbandar murder case ) પોલીસે આરોપની ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી મરણ જનાર સાજણબેનના કૌટુંબિક દેરાણી(killer was her derani) હોવાનું ખુલ્યું હતું અને તેની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવ માસ બાદ ભેદ ઉકેલાયો, વૃદ્ધાની હત્યા કરનાર નીકળી કૌટુંબિક દેરાણી - porbandar murder case
રાણાવાવ (porbandar murder case )ગામે ગત 8-1-2022 ના રોજ ગોપાલપરામાં રહેતા સાજણબેન કરસનભાઈ લાખાણા ના ઘરમાં ઘૂસી અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી.(after nine months the case was solved)
જીવલેણ ગંભીર ઇજાઓ- પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામે ગોપાલપરા મજીઠીયા સ્કૂલ પાસે રહેતા સાજણબેન કરસનભાઈ લાખાણા ગત તારીખ 8-1-2022 ના રોજ બપોરના સમયે ઘરે હતા. તે સમયે તેના જ કુટુંબિક દેરાણી ગોપાલપરામાં રહેતા ગંગાબેન લાલજીભાઈ લાખાણા એ ઘરમાં પ્રવેશી સાજણબેનના માથાના ભાગે જીવલેણ ગંભીર ઇજાઓ કરી હતી.
ધરપકડ કરી આગળની કાર્યવાહી- વૃદ્ધાના હાથમાં પહેરેલા સોનાના બે નંગ પાટલા તથા ગળામાં પહેરેલ 45000 કિંમત સોનાનો હાર મળી કુલ રૂપિયા 90,000 ની લૂંટ કરી કૌટુંબિક દેરાણી નાસી ગઈ હતી. નવ માસ બાદ પોરબંદર પોલીસે આ ગુન્હા નો ભેદ ઉકેલ્યો હતો, અને આરોપી ગંગાબેન લાખાણા ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.