ગુજરાત

gujarat

ETV Bharat / state

એક માસની સધન સારવાર બાદ નીરવાએ ગંભીર બિમારી ફીટલ હાઇડ્રોપ્સને હરાવી - હાઇડ્રોપ્સ બિમારી

અધૂરા માસે ફીટલ હાઇડ્રોપ્સ બિમારી સાથે જન્મેલી પોરબંદર જિલ્લાની એક બાળકીને સરકારની RBSK યોજના હેઠળ જામનગરની સીવિલ હોસ્પિટલમા 1 મહિનાની વિનામૂલ્યે સધન સારવાર આપ્યા બાદ બાળકી નીરવાએ ગંભીર બિમારીને પરાસ્ત કરી છે.

એક માસની સધન સારવાર બાદ નીરવાએ ગંભીર બિમારી ફીટલ હાઇડ્રોપ્સને હરાવી
એક માસની સધન સારવાર બાદ નીરવાએ ગંભીર બિમારી ફીટલ હાઇડ્રોપ્સને હરાવી

By

Published : Dec 27, 2020, 12:42 PM IST

Updated : Dec 27, 2020, 12:52 PM IST

  • એક માસની સધન સારવાર બાદ નીરવાએ ગંભીર બિમારી ફીટલ હાઇડ્રોપ્સને હરાવી
  • સરકારની RBSK યોજના હેઠળ બાળકીને વિનામૂલ્યે સારવાર મળી
  • વિનામૂલ્યે સારવાર મળતાં શ્રમિક પરિવાર પર આવેલી આફત દૂર થઇ

પોરબંદર : અધૂરા માસે ફીટલ હાઇડ્રોપ્સ બિમારી સાથે જન્મેલી પોરબંદર જિલ્લાની એક બાળકીને સરકારની RBSK યોજના હેઠળ જામનગરની સીવિલ હોસ્પિટલમા 1 મહિનાની વિનામૂલ્યે સધન સારવાર આપ્યા બાદ બાળકી નીરવાએ ગંભીર બિમારીને પરાસ્ત કરી છે.

ફીટલ હાઇડ્રોપ્સ બિમારીના કારણે ફેફસા/હદય જેવા ભાગોમા પાણી ભરાઇ છે

બાળકનો જન્મ થવો એ પરિવાર માટે સૈાથી મોટી ખુશી હોય છે. બાળકનું એક મીઠુ હાસ્ય સમગ્ર ઘરને આનંદિત કરી મૂકે છે. પણ, ક્યારેક કોઇ ઘરમા જન્મતુ બાળક જીનેટીક ખામી અથવા અન્ય કોઇ કારણોસર બિમાર જન્મે ત્યારે પરિવાર પર આવેલા માનસિક અને આર્થિક સંકટ સમયે સરકાર જરૂરીયાતમંદ પરિવારની પડખે રહીને બાળકને બિમારી મૂક્ત કરવા જનહિતકારી વિવિધ યોજનાઓ હેઠળ સારવારનો ખર્ચ ઉઠાવે છે.

ગર્ભમા રહેલુ બાળક ત્રાસુ અને ગર્ભનાળ મોટી હોવાથી અધૂરા માસે ડિલેવરી કરાઈ

કેશોદના મનોજભાઇ જાદવ મજૂરી કરીને ઘરનુ ગુજરાન ચલાવે છે, તેમના પત્ની સંતોકબેન પ્રેગ્નેટ હોવાથી પોરબંદરના બળેજ ખાતે પોતાના પિયર આવ્યા હતા. આ દરમિયાન પોરબંદરની હોસ્પિટલમા સોનોગ્રાફી માટે આવેલા સંતોકબેનની 4D સોનોગ્રફી કરવામા આવી હતી. જેમા ડોકટરને જાણવા મળ્યુ કે, સંતોકબેનના ગર્ભમા રહેલુ બાળક ત્રાસુ છે, અને ગર્ભનાળ મોટી હોવાથી અધૂરા માસે ડિલેવરી કરવી પડે તેમ હોય જેથી સંતોકબેનની ડિલેવરી કરવામાં આવતા તેમણે બાળકીને જન્મ આપ્યો હતો. જેનુ વજન ફક્ત 1.2 કિલોગ્રામ હતુ.

સારવારનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ સરકારે ઉઠાવ્યો

આ બાળકીને શ્વાસ લેવામા તકલીફ હોવાથી ફીટલ હાઇડ્રોપ્સની તકલીફ હોવાનુ ડોકટરે જણાવ્યુ કે, આ બિમારીના કારણે શરીરમા ફેફસાં/હદય જેવા ભાગોમા પાણી ભરાઇ છે. જેથી આવા બાળકને તત્કાલિક સારવાર આપવી પડે છે, જેનો પ્રાઇવેટ હોસ્પિટલમા ખર્ચ અંદાજે 2 લાખ આસપાસ થાય છે. શ્રમિક પરિવાર આટલો ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હોવાથી બાળકીને સારવાર આપવા તેના પિતા પોરબંદરના RBSK ડૉ. જીતેન્દ્ર મારૂનો સંપર્ક કર્યો હતો. ડૉ. મારૂએ તુરંત નીરવાને જામનગરની સરકારી હોસ્પિટલના બાળ વિભાગમા દાખલ કરવાની સલાહ અને વ્યવસ્થા કરી આપવાની સાથે પરિવારને આશ્વાસન પણ આપે છે કે, સારવારનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ સરકાર ઉઠાવશે. નીરવાને સતત એક માસ સુધી જામનગર સિવિલના N.I.C.U. વિભાગમા સારવાર આપવામા આવી હતી. એક માસની સારવાર બાદ નીરવા સંપુર્ણ તંદુરસ્ત બનીને પરિવારમાં પરત ફરી હતી. પરિવાર પર આવેલી આફત દૂર કરી બાળકીને વિનામૂલ્યે સારવાર પુરી પાડવા બદલ મનોજભાઇ અને તેમના પત્ની સંતોકબહેને ડોકટર્સ અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ફીટલ હાઇડ્રોપ્સ બિમારીને હરાવીને નીરવા આજે પુરા 3 માસની થઇ છે.

Last Updated : Dec 27, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details