ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોરણ 10ની માર્કશીટ આવ્યા પહેલાં ખાનગી શાળાઓ દ્વારા ટોકન ફી લઇને પ્રવેશ શરૂ, NSUIએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત - પોરબંદરના તાજા સમાચાર

કોરોનાના કપરા કાળમાં લોકો આર્થિક સંકટમાં છે, ત્યારે પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાને બદલે ફી ઉઘરાણા શરૂ કરી ઓનલાઇન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 10ની માસ પ્રમોશનની માર્કશીટ પણ હજુ નથી આવી ત્યાં ધોરણ 11માં ખાનગી શાળાઓ પ્રવેશ આપી ટોકન ફી ઉઘરાવી રહી છે.

ધોરણ 10ની માર્કશીટ આવ્યા પહેલાં ખાનગી શાળાઓ દ્વારા ટોકન ફી લઇને પ્રવેશ શરૂ, NSUIએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત
ધોરણ 10ની માર્કશીટ આવ્યા પહેલાં ખાનગી શાળાઓ દ્વારા ટોકન ફી લઇને પ્રવેશ શરૂ, NSUIએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

By

Published : May 30, 2021, 4:50 PM IST

  • લોકો આર્થિક સંકટમાં છતાં ફી ઉઘરાણા કરી ઓનલાઇન ક્લાસીસ શરૂ કરાયા: NSUI પ્રમુખ
  • શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી નહીં કરે તો પોરબંદર NSUI વાલીઓને સાથે રાખી આંદોલન કરશે
  • ટોકનના આધારે અપાઈ રહ્યો છે પ્રવેશ
    NSUIએ શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

પોરબંદરઃ કોરોનાના કપરા કાળમાં લોકો આર્થિક સંકટમાં છે, ત્યારે પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાને બદલે ફી ઉઘરાણા શરૂ કરી ઓનલાઇન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 10ની માસ પ્રમોશનની માર્કશીટ પણ હજુ નથી આવી ત્યાં ધોરણ 11માં ખાનગી શાળાઓ પ્રવેશ આપી ટોકન ફી ઉઘરાવી રહી છે. શિક્ષણ વિભાગના આદેશનો છડે ચોક નિયમભંગ કરવામાં આવે છે. આ બાબતે NSUI પોરબંદર દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નર્સિંગના વિદ્યાર્થીઓના વેતનના મુદ્દાને લઈને રજૂઆત કરવા પહોંચેલા NSUI કાર્યકર્તાઓની અટકાયત

પોરબંદરમાં અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી થઇ રહી છે

પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડના જણાવ્યા અનુસાર, તે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ફોનથી વાતચીત કરી આ બાબતે વાલીની રજૂઆત NSUIને આવી છે. આ અંગે શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, એવું કહ્યું કે કોઇ ખાનગી શાળા ફી ઉઘરાવતી હોય તેવું અમારા ધ્યાને નથી આવ્યું તમે અમને લેખિતમા આપો અમે તપાસ કરાવીશુ, ત્યારે ધોરણ 10ની માસ પ્રમોશનની માર્કશીટ પહેલા કોઈ પણ સ્કૂલ ધોરણ 11ની ફી ન લઇ શકે, પરંતુ પોરબંદર જિલ્લાની કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને એડમીશન આપવાની સાથે ટોકન ફી પણ લઇ લીધી છે અને ધોરણ 11 સાયન્સ અને આર્ટસ કોમર્સના ઓનલાઈન ક્લાસ પણ શરુ કરી દીધા છે. અનેક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીના ઉઘરાણા થઇ રહ્યા છે. જેને લઇને વાલીઓમા રોષ જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિમા આર્થિક સ્થિતિને જોઇને ફી માફી કરી આપવી જોઇને તેમને બદલે ફી ઉઘરાણા થઇ રહ્યા છે. આ બાબતે શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી નહી કરે તો પોરબંદર NSUI વાલીઓને સાથે રાખી આંદોલન કરશે. જે તે ખાનગી શાળાઓને પણ ફી ઉઘરાણા બાબતે ખુલ્લા કરવામાં આવશે તેમ NSUIના પ્રમુખ કિશન રાઠોડે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ધોરણ 10માં નિયમિત રિપીટર વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા NSUI એ કરી શિક્ષણ પ્રધાનને માગ

ABOUT THE AUTHOR

...view details