ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર પાસા હેઠળ આરોપીને મધસ્થ જેલ સુરત ખાતે મોકલાયો - મધસ્થ જેલ સુરત

પોરબંદર જિલ્લામાં મિયાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને પોલીસ દ્વારા રાતડીના એક શખ્સને સુરત મોકલવામાં આવ્યો હતો.

મધસ્થ જેલ સુરત
મધસ્થ જેલ સુરત

By

Published : Oct 4, 2020, 8:27 AM IST

પોરબંદર: જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ વટહુકમ 2020 મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ તથા LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન તથા ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશન મુજબના ગુનાના કામના આરોપી ભુરા દાનાભાઇ મોરી વિરૂધ્ધમાં LCB PSI એન.એમ.ગઢવીએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.

જે બાદ ભુરા દાનાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. LCB PSI એન.એમ.ગઢવીએ પાસા વોરન્ટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે આરોપીને મોકલવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details