પોરબંદરઃ પોરબંદર નજીકના બરડા ડુંગરમાં ફોરેસ્ટ બીટગાર્ડ સગર્ભા મહિલા તથા તેના શિક્ષક પતિ અને એક રોજમદાર ફોરેસ્ટ કર્મચારીની હત્યા થઈ હતી. આ પ્રકરણમાં ફોરેસ્ટ ગાર્ડ લખમણ દેવસી ઓડેદરાએ ત્રણેયની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સાત દિવસની રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
બરડા ડુંગરમાં ત્રીપલ મર્ડર કેસઃ આરોપી લખમણ દેવસી ઓડેદરા જેલના હવાલે - DYSP Smit Gohil of Porbandar
પોરબંદર નજીક આવેલા બરડા ડુંગરમાં થયેલા ત્રીપલ મર્ડરના આરોપીની ધરપકડ થઈ હતી. આ કેસમાં 7 દિવસની રિમાન્ડ મંજૂર પુરા થયાં બાદ આરોપીને જેલના હવાલે કરાયો હતો.
બરડા ડુંગરમાં થયેલા ત્રીપલ મર્ડરના આરોપીને જેલ હવાલે, કોર્ટે 7 દિવસની રિમાન્ડ મંજૂર કરી
આમ, સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરીથી પોલીસ અધિકારીઓએ વધુ સાત દિવસની રિમાન્ડ માંગી હતી, પરંતુ કોર્ટે આ રિમાન્ડ નામંજૂર કરતા આરોપીને જેલના હવાલે કરાયો છે. પોરબંદરના ડીવાયએસપી સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર, આ રિમાન્ડ દરમિયાન આરોપી હત્યામાં વપરાયેલ ગેડીયો પોલીસે કબજે કરી પૂછપરછ કરી હતી.
આરોપીએ હત્યાના પુરાવાનો નાશ કર્યો હતો, ત્યારે અન્ય રિપોર્ટ આવવાના બાકી હોવાથી પોલીસ અધિકારીઓ દ્વારા આ કેસમાં તપાસ હજુ ચાલુ છે.