પોરબંદરઃ શહેરના મીલપરા વિસ્તારમાં 27 ઓગસ્ટે પોરબંદર નગરપાલિકાના કાઉન્સિલર ભલાભાઇ મૈયારિયાના ઘર પાસે રાજુ રાણા દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજુ રાણાની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ પોલીસ તપાસમાં આરોપી રાજુ રાણાએ રમેશ ચના ઓડેદરા ખાપટ વાળા પાસેથી ખરીદી હોવાનું બહાર આવ્યું હતું.
પોરબંદર ભાજપ નેતા પર ફાયરિંગ પ્રકરણમાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનારો આરોપી અલંગથી ઝડપાયો - પોરબંદર ભાજપ નેતા પર ફાયરિંગ
પોરબંદર ભાજપ નેતા પર ફાયરિંગ પ્રકરણમાં વપરાયેલા હથિયાર સપ્લાય કરનારો આરોપી અલંગથી ઝડપાયો છે. પોરબંદર પોલીસની એસઓજી અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આ આરોપીની બાતમીના આધારે ધરપકડ કરાઈ છે.
આથી, રમેશને પોલીસે રાજકોટથી ઝડપી પાડયો હતો, ત્યારબાદ રમેશની પૂછપરછ કરતા તેમણે આ પિસ્તોલ ભાવનગરના અલંગમાં રહેતા વાસુ ઉડિયા પાસેથી લીધેલી હોવાનું જણાવ્યું હતું. પોરબંદર એસ.ઓ.જી તથા પેરોલ ફર્લોની ટીમ ભાવનગર ગઈ હતી અને ત્યાંથી વાસુ ઉડીયાને ઝડપી પાડયો હતો. જ્યાં તેણે હથિયાર વેચવાનું કબૂલ્યું હતું.
શુક્રવારે તેને પોરબંદર લાવી પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
આ કામગીરીમાં પોરબંદર પોલીસની એસ.ઓ.જી અને પેરોલ ફર્લો ટીમનો સ્ટાફ જોડાયો હતો.