પોરબંદરઃ પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં એક મહિલા ગર્ભવતી વન કર્મચારી તથા તેના શિક્ષક પતિ અને અન્ય એક રોજમદાર કર્મચારી એમ ત્રણની 15મી ઓગસ્ટના રોજ હત્યા કરી નાખવામાં આવી હતી.
બરડા ડુંગર મર્ડર કેસઃ આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર - બરડા ડુંગર હત્યા કેસ
પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. જો કે, પોલીસે બાદમાં ઘટનાની તપાસ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. જો કે, પોલીસે બાદમાં ઘટનાની તપાસ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ આરોપી વન કર્મચારી લખમણ દેવશી ઓડેદરાને પોરબંદર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો, ત્યારે તેના પર IPC કલમ 302 તથા જી.પી.એક્ટ ક 135 તથા એટ્રોસીટી એક્ટ (3)( 2)( 5) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસની ગંભીરતાને ધ્યાને લઇ વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી. નામદાર કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આ ગુન્હાની તપાસ પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ચલાવી રહ્યાં છે.