પોરબંદર : એલસીબીએ બાતમીને આધારે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા મારામારીના આરોપીની દેવભૂમી દ્રારકાથી ધરપકડ કરી છે.
આરોપી હરદાસ મસરીભાઇ પરમાર (ઉ. વ-60 રહે. દેવડાનાકા કુતિયાણા) દેવભૂમી દ્વારકા ઇસ્કોન ગેઇટ પાસેથી મળી આવ્યો હતો. આરોપીને પકડી તેને કોવિડ-19 રિપોર્ટ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીની દ્વારકાથી ધરપકડ - પોરબંદર એલસીબીએ ત્રણ વર્ષથી નાસ્તા આરોપીની ધરપકડ કરી
મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીની દ્વારકા ખાતેથી પોરબંદર એલ.સી.બી.એ ધરપકડ કરી છે.

મારામારીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતાં આરોપીની દ્વારકાથી ધરપકડ
આરોપીનો પુર્વ ઇતિહાસ
આરોપી અગાઉ મર્ડરના ગુનામાં પકડાયેલો હોવાથી વીસ વર્ષની જેલ ભોગવી ચૂક્યો છે. આરોપી મારામારીના ગુનામાં નાસતો ફરતો હતો. પોલીસથી બચવા માટે તે જુદા-જુદા આશ્રમોમાં સાધુના વેશમાં રહીને છુપાતો ફરતો હતો.