પોરબંદર : તાલુકાના એક ગામમાંથી એક મહિલા 181 નંબર પર કોલ કરીને પોતાની સમસ્યા જણાવી મદદ માગે છે. 181ની ટીમ ઘટના સ્થળ પર પહોંચે તો પીડિત મહિલાએ જણાવ્યું કે, મારા પતિને અન્ય મહિલા સાથે સબંધ હોવાથી તેઓ મારી સાથે વારંવાર ઝઘડો કરતા હતા. 181 અભયમના કાઉન્સેલર ડાયબેન માવદીયા પીડિતાના પતિનું કાઉન્સેલીંગ કરીને તેમને કાયદાકીય રીતે સમજાવે છે કે, પોતાની પત્ની અને બાળકોના ભવિષ્ય વિશે વિચારવું, પત્ની સાથે ઝઘડો કરવો એ ગુન્હો છે.
પોરબંદર: 181 અભયમની ટીમે પતિ-પત્નીના તૂટતા સંબંધનો સુમેળ કરાવ્યો
પોરબંદર નજીકના ગામના પતિ પત્ની વચ્ચેના તૂટતા સબંધને 181 અભયમની ટીમે જોડીને સરાહનીય કામગીરી કરી છે.
પોરબંદરના નજીકના ગામમાં પતિ પત્ની વચ્ચેના તૂટતા સબંધનો 181 અભયમની ટીમે સુમેળ કરાવ્યો
કોન્ટેબલ હર્ષાબેન તથા પાયલોટ કિશનભાઇ પણ પીડિતા અને તેમના પતિને સમજાવે છે. જેથી પીડિત મહિલાનો પતિ પોતાની ભુલ સ્વીકારે છે અને પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે તેમ જણાવે છે.
આમ 181 અભયમની ટીમે કોરોના મહામારી દરમિયાન પણ પોતાની સેવાઓ અવિરત ચાલુ રાખીને સરાહનીય કામગીરી કરી તૂટતા પરિવારને એક કર્યો હતો. આ દરમિયાન કર્મીઓએ મોઢે માસ્ક પહેરી આપસમા સામાજિક અંતર પણ રાખ્યુ હતું.