પોરબંદરની હોસ્પિટલમાંથી ફરાર કેદી ઝડપાયો - Police station
પોરબંદર: અહીંના કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ 113/19 આઇ.પી.સી કલમ 224, 342 મુજબના કામનો આરોપી નીલેષ ઉર્ફે કારૂ નાનજીભાઇ વાધેલા રહે. મોટા કાજળીયારા તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલો હતો, જેને શોધી કાઢવા માટે પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલે આપેલી સુચના અન્વયે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
![પોરબંદરની હોસ્પિટલમાંથી ફરાર કેદી ઝડપાયો PBR KEDI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5333938-thumbnail-3x2-pbr-kedi.jpg)
જેના ભાગ રુપે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટોશનના ડી-સ્ટાફને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, ઉપરોકત ગુનાનો આરોપી જે પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો, તે આરોપી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે તેની બહેનના ઘરે આવ્યો હોવાની માહિતી મળતાં તરત જ ડી-સ્ટાફનો કાફલો મોકલી ખરાઈ કરતા ઉપરોકત ગુનાનો આરોપી મળી આવતા તેને પકડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરોક્ત આરોપીને શોધી કાઢવામાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. જાડેજા સહિતના અધિકારીઓએ મહત્વની કામગીરી કરી હતી.