પોરબંદરઃ દેશભરમાં પેટ્રોલના ભાવમાં વધારો થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી માગ સાથે બુધવારે પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા બેનર્સ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
પેટ્રોલના ભાવ વધારાને લઇને APPએ પોરબંદરમાં કર્યો વિરોધ - Rise in petrol prices
રોજેરોજ પેટ્રલ અને ડીઝલના ભાવમા સતત વધારો થતો જોવા મળે છે, ત્યારે હાલ પ્રજા ત્રાસી ગઇ છે. આ ભાવ વઘારોને લઇને હાલમાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે.
પેટ્રોલ ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ પોરબંદરમાં કર્યો વિરોધપેટ્રોલ ભાવ વધારાને લઇને આમ આદમી પાર્ટીએ પોરબંદરમાં કર્યો વિરોધ
પેટ્રોલના ભાવમાં વધારાને લઇને આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ કેયુર જોશીએ જણાવ્યું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે લોકોને મોંઘવારી સતત અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે અને રોજગારી માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.
પેટ્રોલના ભાવ વધારો એ પડ્યા પર પાટું સમાન છે. જો સરકાર દ્વારા ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.