પોરબંદરઃ પોરબંદરના એક યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. મૂળ આદિત્યાણા અને હાલ અમદાવાદ રહેતા યુવાનનો અમદાવાદની હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અમદાવાદની હોસ્પિટલમાંથી ભાગી જઈ પોરબંદર પહોંચ્યો છે.
અમદાવાદની હોસ્પિટલમાંથી એક યુવાન ભાગ્યો, પોરબંદરમાં આવ્યો પોઝિટિવ
પોરબંદરના એક યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. મૂળ આદિત્યાણા અને હાલ અમદાવાદ રહેતા યુવાનનો અમદાવાદની હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અમદાવાદની હોસ્પિટલમાંથી ભાગી જઈ પોરબંદર પહોંચ્યો છે.
અમદાવાદમાં રહેતા અને મૂળ પોરબંદરના એક યુવાનનો કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ તે યુવાન ભાગી અમદાવાદની હોસ્પિટલમાંથી કાર લઈને પોરબંદર વતન તરફ આવવા નીકળતા પોલીસને જાણ કરાઈ હતી. આજે રાત્રે ચૌટા ચેક પોસ્ટ નજીક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. આ યુવાન તેના પરિવારના અન્ય એક સભ્ય અને એક કૂતરા સાથે કારમાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગની ટીમે કબજો લઇ બંનેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યારે વન વિભાગ દ્વારા કૂતરાને અલગ પાંજરામાં રાખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમ પોરબંદરમાં કુલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક યુવતીનું મોત અને ચારને હોસ્પિટલમાંથી મુક્ત કરાયા છે અને હવે બે કેસ એક્ટિવ છે.