પોરબંદર: માધવપુરના કડછ ઘેડ અને બગરસરાના ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓજત નદીમાં પૂર આવ્યું હતું, ત્યારે કડછ બગરસરા રોડ નજીક ખેતરોમાં પૂરના પાણી ભરાતા 3થી 4 યુવાન ન્હાવા ગયા હતા. તે દરમિયાન તેમાંથી રમેશ નાથા વાઘેલા નામનો યુવાન પાણીમાં તણાયો હતો.
ઘેડ વિસ્તારના પાણીમાં ન્હાવા પડેલા કડછના યુવાનનું ડૂબી જવાથી મોત - પોરબંદર સમાચાર
માધવપુરના કડછ ઘેડ અને બગરસરાના ઘેડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓજત નદીમાં પૂર આવ્યું છે. જેથી ખેતરોમાં પૂરના પાણી ભરાયા ગયા હોવાથી 3થી 4 યુવાન ન્હાવા ગયા હતા. આ દરમિયાન તેમાંથી રમેશ નાથા વાઘેલા નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.
સ્થાનિક લોકોએ માધવપુરના માછીમારોને જાણ કરી હતી, ત્યારે તાત્કાલિક માછીમારો તેમજ કડછ ગામના યુવાનો ઘટના સ્થળે પહોંચી પોતાનો જીવ જોખમમાં નાખીને તે યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં જ માધવપુર પોલીસ દોડી ગઈ હતી.
કડછના યુવાનો સાથે માધવપુરના માછીમાર ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી તે યુવાનને શોધી કાઢીયો હતો, ત્યારબાદ તાત્કાલિક માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયો હતો. જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો, ત્યારબાદ તેના મૃતદેહને પી. એમ માટે માંગરોળ મોકલવામાં આવ્યો હતો.