કુતિયાણા નજીક વાહન અકસ્માતમાં આર્મીમેનના એકના એક પુત્રનું મોત - A young man dies in a vehicle accident near Yana
કુતિયાણા નજીક ચોલીયાણાં ગામનો યુવાન યુવરાજ લીલા ભાઈ બપોદરા ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. તેના મિત્ર સાથે ટ્યુશનમાંથી પરત ફરતી વખતે તેની બાઇકનું માલ ગામના પાટિયા પાસે પૂર ઝડપે આવતી કાર સાથે અકસ્માત થયું હતું.
કુતિયાણા નજીક વાહન અકસ્માતમાં એક યુવાનનું મોત, પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
પોરબંદરઃ જિલ્લાના કુતિયાણા નજીક ચોલીયાણાં ગામના યુવાન યુવરાજનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તેના મિત્ર નજીર કાસમ બાલા ગમિયાને પોરબંદર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવરાજ એક્સ આર્મીમેન લીલાભાઈ બાપોદરાનો એકને એક પુત્ર હતો અને તેનુ મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો હતો.
Last Updated : Feb 24, 2020, 11:24 PM IST