પોરબંદર: મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના યોગમય ગુજરાતના સપનાને સાકાર કરવા માટે ગુજરાતમાં યોગ બોર્ડ દ્રારા દરેક જિલ્લાઓમાં યોગ ટ્રેનર્સ તથા યોગ કોચની નિમણૂક કરી ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ ક્લાસ શરૂ કરવામા આવ્યા છે. યોગ સાધકોનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ જુદા-જુદા જિલ્લાઓમાં જઇને યોગ ટ્રેનર્સ, યોગ કોચ સાથે યોગ સંવાદ કરી રહ્યા છે.
પોરબંદરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો - પતંજલિ યોગ સમિતિ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા આજે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલની અધ્યક્ષતામાં પોરબંદરના બિરલા હોલ ખાતે સવારે 8 કલાકથી 11 કલાક સુધી યોગ સંવાદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર
પોરબંદર ખાતે આજે સવારે 8 કલાકે બિરલા હોલ ખાતે યોગ સંવાદ કાર્યક્રમમાં પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ અને લકુલીશ જેવી સંસ્થાઓ પણ સહયોગ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ જીવાભાઇ ખુટી, હાર્દિકભાઇ તન્ના તથા યોગ ટ્રેનર્સ જહેમત ઉઠાવી હતી.