ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં વિધવા સહાય કેમ્પ યોજાયો - A widow's help camp was held in Porbandar

પોરબંદરઃ કુતીયાણા તાલુકાનાં દેવડા ગામે પ્રાંત અધિકારી વિવેક ટાંકના અધ્યક્ષસ્થાને વિધવા સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા 80 વિધવા બહેનોના વિધવા સહાય મંજૂરીના હુકમોનું વિતરણ કરાયું હતું.

પોરબંદરમાં વિધવા સહાય કેમ્પ યોજાયો

By

Published : Nov 15, 2019, 9:46 PM IST

પોરબંદરમાં યોજાયેલાં વિધવા સહાય કેમ્પમાં દેવડા ઉપરાંત રામનગરના 80 બહેનોને વિધવા સહાય મંજુરીના હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને દર મહિને રૂપિયા 1250 સહાય ચુકવવામાં આવી હતી.

આમ, કુતીયાણા તાલુકા વહિવટીતંત્ર દ્વારા વિધવા બહેનોને સરળતાથી સહાય મળે તે માટે કેમ્પ યોજી હુકમોનું વિતરણ કરાયું હતું. જેમાં કુતીયાણા મામલતદાર સંદિપ જાદવ તથા સબંધિત ગામના તલાટી દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કરી મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details