પોરબંદરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો વ્યાપ વધતો જાઇ રહ્યો છે, ત્યારે શનિવારના રોજ કોરોનાના કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એક પોરબંદરના પત્રકાર અને નગીના મસ્જિદ પાસે રહેતા 71 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદરમાં કોરોનાના કુલ 91 સેમ્પલ લેવાયા, 2 રિપોર્ટ પોઝિટિવ - Number of corona in Gujarat
પોરબંદરમા કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારના રોજ કોરોનાના કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદમાં રહેતા 34 વર્ષીય બેંક મેનેજરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ બેંક મેનેજરનો રિપોર્ટ પોરબંદરમાં ગણતરીમાં લેવાશે નહીં કેમ ભૌતિક હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું છે તમામના રહેણાંક વિસ્તારની આસપાસ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને કોરોનાથી બચવા બિનજરૂરી બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની સંખ્યા 49 પહોંચી છે ત્યારે આઇસોલેશન વોર્ડમાં રહેલા દર્દીઓની સંખ્યા 17 થઈ છે. અન્ય રાજ્ય અને જિલ્લામાંથી આવેલા કોરોના પોઝિટિવ 14 દર્દીઓ છે અને ડિફેન્સના 19 જવાનોના રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ છે. તમામ મળી કુલ 82 પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાયા છે.