ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય 'કલા મહાકુંભ'નો પ્રારંભ - ત્રી દિવસીય કલામહાકુંભનો પ્રારંભ

પોરબંદર: શહેરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના મહાકુંભનું ઉદ્ઘાટન મંગળવારે કલેક્ટર ડૉ. મોદીએ કર્યું હતું. આ કલા મહાકુંભ 21, 22 અને 23 જાન્યુઆરી સુધી યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા વિજેતાઓ પોતાની કૃતિઓ રજૂ કરશે.

ETV BHARAT
પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ત્રી દિવસીય કલામહાકુંભનો પ્રારંભ કરાયો

By

Published : Jan 21, 2020, 6:13 PM IST

પોરબંદરમાં ત્રિદિયસીય કલામહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડી.એન. મોદીએ કર્યું હતું.

પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ત્રી દિવસીય કલામહાકુંભનો પ્રારંભ કરાયો

અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ત્રિ દિવસીય કલામહાકુંભના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષ મોરીએ જણાવ્યું હતું કે, રાજ્યના કલાકારોને સ્ટેજ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

પોરબંદરમાં જિલ્લા કક્ષાનો ત્રી દિવસીય કલામહાકુંભનો પ્રારંભ કરાયો

23 જાન્યુઆરી સુધી યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં મંગળવારે પ્રથમ દિવસે ગરબા, લોકનૃત્ય, રાસ, ચિત્રકલા, સર્જનાત્મક શક્તિ, સ્કૂલ બેન્ડ અને વેસ્ટ માંથી બેસ્ટ સહિતની કૃતિઓ રજૂ કરાઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ આવડા ઓડેદરા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, છાયા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ગોસ્વામી, પ્રાંત અધિકારી કેવી બાટી, જિલ્લા યુવા વિકાસ અધિકારી રસિકભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details