ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના સીમાણી ગામના સરપંચના પુત્રના ત્રાસથી શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો - Attempted suicide

પોરબંદર જિલ્લામાં આવેલા બોખીરા નંદેશ્વર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષીકાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ ( Attempted suicide ) કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. આ ઘટના પાછળનું કારણ શિક્ષિકા અગાઉ સીમાણી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા હતા તે સમયે શાળાના ઓરડાનું બાંધકામ થયું હોય તે અંગેની રકમ મહિલા સરપંચના પુત્ર વારંવાર ઉઘરાણી કરતા અને તેનાથી કંટાળીને શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

પોરબંદરના સીમાણી ગામના સરપંચના પુત્રના ત્રાસથી શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પોરબંદરના સીમાણી ગામના સરપંચના પુત્રના ત્રાસથી શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

By

Published : Jul 6, 2021, 3:12 PM IST

  • સીમાણી ગામના સરપંચના પુત્રના ત્રાસથી શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • સરપંચના પુત્રના ત્રાસના કારણે શિક્ષિકાએ બદલી પણ કરાવી હતી
  • સરપંચનો પુત્ર વારંવાર રૂપિયાની માંગણી કરી ત્રાસ આપતો હોવાનું તપાસમાં આવ્યું સામે

પોરબંદરઃ જિલ્લામાં બોખીરા નંદેશ્વર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષીકાએ ફીનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ ( Attempted suicide ) કર્યો હતો. જેથી તેમને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. હાલ તેમની તબિયતમાં સુધારો છે. તેઓએ જણાવ્યું હતું કે, સાત વર્ષ પૂર્વે તેઓ સીમાણી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન શાળાના બે ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.

આ પણ વાચોઃMass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

આ કામ દરમિયાન સિડીનું બાંધકામ બાકી રહી ગયું હતું. આ કામમાં સીમાણી ગામના મહિલા સરપંચ ભીનીબેન જશાભાઈ સુંડાવદરાનો પુત્ર વિજય સુંડાવદરા બાંધકામને લઈ શિક્ષિકા પાસેથી 1,11,000ની માંગણી કરતો હતો. આ બાંધ કામ આ શિક્ષિકા હસ્તક થયું ન હતું છતાં મહિલા સરપંચનો પુત્ર રૂપિયાની માંગણી કરી ત્રાસ આપતો હતો. જેના લીધે શિક્ષિકાએ બદલી પણ કરાવી હતી. તેમ છતાં તે અવારનવાર આ બાબતે હેરાન કરતો હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી સરપંચના પુત્રના ત્રાસથી કંટાળી શિક્ષિકાએ આત્મહત્યાની કોશીષ ( Attempted suicide ) કરી હતી. જોકે, તાત્કાલિક સારવાર મળતા તેમનો જીવ બચી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details