- પોરબંદર જિલ્લામાં કોરોના સર્વેની કામગીરી હાથ ધરાઇ
- છેવાડાના લોકો સુધી રસી પહોંચે તેવો સર્વે કરાયો
- કોરોના રસીકરણ માટે પ્રથમ તબક્કામા 50 વર્ષથી વધુ અને ગંભીર બિમારી ધરાવતા લોકોની યાદીનુ 90 ટકા જેટલુ કાર્ય પુર્ણ
પોરબંદરઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોના વૅક્સિન પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. જે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.
જિલ્લામાં 491 ઇલેકશન બુથ પ્રમાણે થઇ રહ્યો છે સર્વે
કોરોના મહામારી પર અંતિમ પ્રહારના ભાગરૂપે વૈજ્ઞાનિકો દ્રારા તૈયાર રસીના વિતરણ માટે સરકારની સુચનાથી પોરબંદર જિલ્લામાં ઇલેકશન મોડલ અપનાવીને કલેકટરના માર્ગદર્શન હેઠળ કર્મયોગીઓએ ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની યાદી બનાવવાનું કાર્ય 3 દિવસમાં 90 ટકા જેટલુ પુર્ણ થયું છે. 10 તારીખથી શરૂ થયેલા આ કાર્યમાં પોરબંદર જિલ્લાનાં 491 મતદાન બુથ પ્રમાણે કર્મયોગીઓ શ્રમદાનમાં જોડાયા છે.
મીટિંગ યોજીને રસીકરણ સર્વેના ઓર્ડર કરાયા
સરકારની સુચના મળતા જિલ્લાતંત્ર દ્રારા રાતોરાત અધિકારીઓ/કર્મચારીઓની મીટિંગ યોજીને રસીકરણ સર્વેના ઓર્ડર કરાયા હતા. તેમજ બુથ પ્રમાણે બી.એલ.ઓને તાલીમ પણ આપવામા આવી હતી. સર્વે માટે ઇલેકશન મોડલ બનાવી બુથ હેડ તરીકે બી.એલ.ઓ. અને તેમની સહાયતા માટે અન્ય બે શિક્ષકો, આશા વર્કસ સહિતના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. કોરોના વૅક્સિન માટેના પ્રથમ તબક્કાનાં સર્વેમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ તથા 0 થી 50 વર્ષ સુધીના એવા વ્યક્તિઓ જેઓ થેલેસેમીયા, ડાયાબિટીસ જેવી ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.
કોરોના પર પ્રહારના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં કર્મયોગીઓનું સર્વે શ્રમદાન ડોર ટુ ડોર જઇને કોરોના રસીકરણ માટેની યાદી બનાવી પોરબંદર જિલ્લાનાં પોરબંદર, રાણાવાવ, કુતિયાણાના નગરપાલિકા વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો તથા ફોરેસ્ટ વિભાગના નેસ વિસ્તારોમાં કર્મયોગીઓ ડોર ટૂ ડોર પહોચીને કોરોના રસીકરણ માટેની યાદી બનાવી રહ્યા છે. કોરોના મહામારી પર પ્રહારના ભાગરૂપે થઇ રહેલા સર્વેમાં તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદારો, મામલતદારો સહિત શિક્ષકો, આરોગ્ય વિભાગના કર્મયોગીઓ, તાલુકા, જિલ્લા પંચાયત સહિતના કર્ચચારીઓ ટીમ પ્રમાણે માનવ કલ્યાણલક્ષી આ શ્રમદાનમાં જોડાયા છે. કોરોના પર પ્રહારના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં કર્મયોગીઓનું સર્વે શ્રમદાન જિલ્લાના નેસ વિસ્તારોમાં પણ ટીમ દ્વારા મુલાકાત લેવાઇ જિલ્લાના નેસ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી.ધાનાણી, મામલતદાર અર્જુન ચાવડા, તાલુકા વિકાસ અધિકારી રજની ઠુમર સહિતની ટીમ પહોંચીને લોકોને કોરોના બિમારી અંગે જાણકારી આપી હતી તથા રસીકરણ માટે બનતી યાદીને લાયક એકપણ વ્યક્તિની એન્ટ્રી બાકાત ન રહે તે માટે કર્મચારીઓને કાર્ય કરવા પ્રેર્યા હતા, ત્યારે બોરીયાવારા નેસમાં રહેતા 66 વર્ષીય પુનાભાઇ નાજાભાઇએ કહ્યું કે, સરકાર દ્રારા હાથ ધરાયેલી આ કામગીરીને અમે આવકારીએ છીએ તથા કોરોનાનું સંક્રમણ અમારા નેસ સુધી ન પહોંચે તે માટે પણ અમે પુરતી તકેદારી રાખીએ છીએ.