- રાજ્ય સરકાર દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે એક ખાસ ઓપરેશન
- પોરબંદરના જમજોધપૂર વિસ્તાર માંથી એક ફરાર આરોપીની ધરપકડ
- બે વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર હતો આરોપી
પોરબંદર: જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિ ઝડપી લીધો પોલીસે પોકેટ કોપની મદદથી તપાસ કરતા આ આરોપી જામજોધપુર પોલીસ મથકે બે વર્ષથી પ્રોહીબિશનના બે ગુન્હાનો આરોપી માલુમ પડતા તેની ધરપકડ કરી હતી.
ભાગતા આરોપીને પકડવા માટે એક ખાસ ઓપરેશન
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે ખાસ ઓપરેશન ચલાવવા માટે સૂચના કરવામાં આવી હતી. જેના અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપ અને પોરબંદરના જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીને આ ઓપરેશન માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ ઓપરેશન અનુસાર રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી.ડી જાદવ અને સાથે સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સ ને ઝડપી લીધો હતો જે જામજોધપુરના પોલીસ સ્ટેશનમાં ગુન્હામાં નાસતો ફરતો હતો. પોલીસે આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે આ આરોપી બે વર્ષ થી લાલશાહી થી પ્રોહીબિશન ના ગુન્હામાં ફરાર હતો. તેની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : કુખ્યાત ગેડીયા ગેંગનો 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો