પોરબંદરના જિલ્લા કલેકટર ડી એન મોદીએ જણાવ્યું હતું કે 'મહા' વાવાઝોડુ વેરાવળ, દિવ દરિયાથી લગભગ ૫૫૦ કિ.મી અંતરે દૂર છે. પોરબંદરમાં તેની અસર 5 તારીખે મોડી રાત્રે થઈ શકે છે. આ ઉપરાંત 6 તારીખે વહેલી સવારે વધુ અસર કરે જેથી પવન ફૂંકાશે તથા હળવાથી વધારે વરસાદની પણ શક્યતા છે. આ બાબતે જિલ્લાના તમામ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે તથા વાવાઝોડાની તૈયારીની બેઠક બોલાવી તમામ માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયા કિનારાના વિસ્તારોમાં સતર્ક રહેવા સૌને અપીલ કરી છે.
'મહા' વવાઝોડાના પગલે પોરબંદર કલેકટરે યોજી મિટિંગ - પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ
પોરબંદરઃ ગુજરાતમાં 'વાયુ' 'કયાર' અને ત્યારબાદ હવે હવામાન વિભાગ દ્વારા 'મહા' વાવાઝોડું આવનારા દિવસોમા આવે તેવી શક્યતાઓની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર વાવાઝોડાના પગલે સતર્ક થઈ ગયું છે અને આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર કચેરી તમામ વહીવટી વિભાગની ખાસ મિટિંગ યોજાઈ હતી. જેમાં રજા પર ગયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક પરત ફરવા અને તમામ અધિકારીઓને એલર્ટ રહેવાની ખાસ સુચના આપી હતી. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા તથા દરિયા કિનારે સાવચેતી રાખીને રહેવાની અપીલ કરી છે.
meeting was convened by the porbandar collector
હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તમામ વિભાગોને આગાહી મુજબ સમયાંતરે સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર બાબતે પણ તૈયારી કરવામાં આવી છે અને એનડીઆરએફ અને એસઆરપીની ટીમ પણ રાજ્યકક્ષાએથી ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે