ગુજરાત

gujarat

ETV Bharat / state

Porbandar News: પશુઓમાં દૂધ વધે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન વેચનારો ઝડપાયો - A seller of banned injection

દુધાળા પશુઓને દૂધ વધુ આવે તે માટે પશુપાલકો પશુઓને ઇન્જેક્શન મારતા હોય છે, પરંતુ આ ઇન્જેક્શનથી પશુઓને નુકસાની થતી હોય છે. આવા પ્રતિબંધિત ઇન્જેક્શન વેચતો એક કરિયાણાનો વેપારી પોરબંદરમાં ઝડપાયો છે.

Etv Porbandar News: પશુઓમાં દૂધ વધે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન વેચનારો ઝડપાયો
Etv BharatPorbandar News: પશુઓમાં દૂધ વધે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન વેચનારો ઝડપાયો

By

Published : Jun 7, 2023, 6:59 AM IST

પોરબંદર: જિલ્લામાં ગાય ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શનના વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પોરબંદરમાં વાડી પ્લોટમાં આવેલ હિરેન વ્રજલાલ ખોળ કપાસીયા તેમજ કરિયાણાની દુકાનમાં ગાય ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રતિબંધિત ઇન્જેક્શન રાખી કોઈપણ લાયસન્સ વગર વેચાણ કરવામાં આવતું હતું. આ બાબતની જાણકારી પોલીસને મળતા પોલીસે આ સ્થળે રેડ પાડી હિરેન ઉર્ફે મનીષ વ્રજલાલ મોનાણીને રંગે હાથ ઝડપ્યો હતો.

પોલીસે 1080 ઇન્જેક્શન જપ્ત કર્યા

પોલીસે 1080 ઇન્જેક્શન જપ્ત કર્યા:પોરબંદરમાં વાડી પ્લોટમાં આવેલ હિરેન ખોડ કપાસીયા તથા કરિયાણાની દુકાનમાં રેડ કરી ગાય ભેંસ વધું દૂધ આપે તેવા કુલ 1080 નંગ ઇન્જેક્શન જેની કિંમત 43,200 ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. સાથે જ ઇન્જેક્શનનની બોટલ વેચવા અંગે કોઈ પાસ પરમિટ, લાયસન્સ, બિલ કે આધાર પુરાવા વગર મળી આવતા સીઆરપીસી કલમ 102 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી આ ઇન્જેક્શન કોની પાસેથી લેતો: પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર સામે જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હિરેન ઉર્ફે મનીષ વ્રજલાલ મુનાણીને ઝડપવામાં પોરબંદર એસઓજીના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એમ. જાડેજા તથા એએસઆઈ કે.બી. ગોરાણીયા તથા મહેબૂબ ખાન બેલીમ, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વગેરે રોકાયેલ હતાં. એસ ઓ જી ના ઇન્ચાર્જ પીએસ આઈ એમ એમ જાડેજા એ જણાવ્યું હતું કે, આરોપી આ ઇન્જેક્શન કોની પાસેથી લેતો હતો અને અન્ય કોઈ સ્થળે વેચાણ થાય છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાચો:

  1. Manoj Tiwari: તેઓ નફરતનો મેગા મોલ ચલાવી રહ્યા છે, બીજેપી સાંસદ મનોજ તિવારીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
  2. Agra Rape Murder Case: આગ્રામાં દુષ્કર્મ બાદ માસૂમની હત્યા, ભાડુઆતે મૃતદેહ કબાટમાં સંતાડી દીધો
  3. Bageshwar Dham: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી MP BJP નેતા પર નારાજ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details