- બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ
- કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નગરજનો
- પ્રાથમિક શિક્ષકોએ ગાંધીજીના પ્રિય ભજનોથી શ્રદ્ધાંજલિ આપી
પોરબંદરઃપૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે 31મી જાન્યુઆરીના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર પોરબંદર ખાતે 5:00 કલાકે પ્રાર્થના સભા યોજાઈ કલેક્ટર સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઇ 2 મિનીટનું મૌન પાળી શહીદોને પણ આપાઇ શ્રદ્ધાંજલિ
આજે ગાંધીનો નિર્વાણ દિન સહિત શહીદ દિવસ હોય આથી પોરબંદરનાં કિર્તીમંદિર ખાતે બે મિનીટનું મૌન પાડી શહિદો ને અને ગાંધીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપરાંત પોરબંદરના પ્રાથમિક શિક્ષકોએ ગાંધીના પ્રિય ભજનો દ્વારા ગાંધીની સ્મરણાંજલિ પાઠવી હતી.
મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે કીર્તિમંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઇ કોરોના ગાઈડલાઈનનું પાલન સાથે આપાઇ શ્રદ્ધાંજલિ
સામાન્ય રીતે ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે યોજાતી પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કોરોનાની મહામારીના પગલે ગાઈડલાઈનના પાલન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને સેનેટાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.