પોરબંદર: આજે 2જી ઓક્ટોબરના રોજ સત્ય, અહિંસા અને સ્વચ્છતાના પ્રણેતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પ્રથમવાર ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરનાં કિર્તિમંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં પ્રભારી પ્રધાન જવાહર ચાવડા પ્રભારી સચિવ ઠક્કર તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા સહિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીજન્મ જયંતિ નિમિતે CMની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઇ
આજે 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે પ્રથમવાર ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરનાં કિર્તિમંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં પ્રભારી પ્રધાન જવાહર ચાવડા પ્રભારી સચિવ ઠક્કર તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા સહિત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના પ્રિય ભજન પોરબંદરની સરકારી શાળાના શિક્ષકો દ્વારા ભજનાવલી કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યપ્રધાન રૂપાણીએ ડિજિટલ માધ્યમથી ગાંધીજીને શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની કલ્પનાનું ભારત બનાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જેમાં સ્વચ્છતા, આત્મનિર્ભરતા અને સ્વદેશી વસ્તુઓની ઉપયોગીતા તેમજ ઊંચનીચના ભેદભાવ ન હોય અને સમાજના લોકો સમરસ બની આગળ વધે એકબીજા સાથે સમભાવ રાખે તો દેશ આગળ વધશે.
આધ્યાત્મિકતા ઉપર ગાંધીજીએ વધુ ભાર મૂક્યો હતો. ગાંધીજીએ પ્રાર્થનાને મન અને આત્માની શોધ કરવાની પ્રક્રિયા ગણાવી હતી. ગુજરાત સરકારે રાજ્યમાં વિવિધ સ્થળોએ ગાંધી ટુરીઝમ ઉભુ કરી અને ગાંધી વિચારોને લઇ ગુજરાત કેન્દ્ર સ્થાન બને તેવો પ્રયાસ કરાઇ રહ્યો છે. ગુજરાતીઓ ગાંધીજીના વિચારોનો ફેલાવો થાય તથા ગાંધીજીને સમજવા લોકો ખાસ ગુજરાતમાં આવે તેવો પ્રયાસ કરાઇ રહ્યો છે.
ગાંધીજીના રામરાજ્યની કલ્પનામાં પણ સરકાર દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનું સપનું સાકાર થયું છે. ગાંધીજીના અંતિમ શબ્દો 'હે રામ' હતા, રામ રાજનીતિમાં પ્રજા વાત્સલ્ય પ્રજાભિમુખ વ્યક્તિત્વ ધરાવતા હતા. આજે રામને એક ધર્મ સાથે જોડી વિવાદ ફેલાવ્યો હતો. પરંતુ મહાત્મા ગાંધીજીના રામરાજ્યની કલ્પનાના ભારતને તથા ગાંધીજીના વિચારોને મજબુત બનાવવાનો પ્રયાસ સરકાર કરી રહી છે.