પોરબંદર: શહેરમાં 50 વર્ષથી ફોટોગ્રાફી (doing photography for 50 years) કરતા નરેન્દ્ર મોઢા સાઇનબોર્ડ આર્ટિસ્ટ હતા, ત્યારબાદ તેમને ફોટોગ્રાફીમાં રુચિ જાગી અને વિવિધ પ્રકારની ફોટોગ્રાફી શરૂ કરી હતી, જેમાં એનિમલ ફોટોગ્રાફ્રીમાં (Animal Photography Narendra Modha) તેઓની વિશેષ રૂચિ છે.
પોરબંદરમાં "તસવીરોની અનુભવ યાત્રા" ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન વિવિધ સ્થળોના ડેપ્થ ઓફ ફિલ ફોટોગ્રાફ મુકાયા
1910માં સિંહની વસતી ગણતરીમાં પણ તેઓએ ફોટોગ્રાફી કરી હતી. આ ઉપરાંત 2015માં પણ સિંહની વસતી ગણતરીમાં વનવિભાગના ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે મુકાયેલા 60 ફોટોગ્રાફમાં તેઓએ ગ્રામ્ય શહેરી અને વાઈલ્ડ લાઈફની લાગણી અને અલગ અલગ ભાવ વ્યક્ત કર્યા છે. તો ક્યાંક વસ્તુઓના પ્રતિબિંબમાંથી તસ્વીર બોલતી કરી છે. પ્રદર્શનમાં રાજસ્થાન, જૂનાગઢના સાસણ, કચ્છ, અમદાવાદની પોળ અને પોરબંદરના વિવિધ સ્થળોના ડેપ્થ ઓફ ફિલ ફોટોગ્રાફ મુકાયા છે.
પોરબંદરમાં "તસવીરોની અનુભવ યાત્રા" ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન ઇનોવેટિવ ગ્રુપ દ્વારા કરાયું તસવીરોની અનુભવ યાત્રાનું આયોજન
પોરબંદરમાં ઇનોવેટિવ ગ્રુપ દ્વારા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અનેક વાર ફોટોગ્રાફી અને ચિત્ર પ્રદર્શન યોજાતું હોય છે. તારીખ 15 જાન્યુઆરીના રોજ પોરબંદર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ યોગેશ થાનકી અને ડૉ. મનોજ જોશીના હસ્તે આ પ્રદર્શન ખુલ્લુ મુકાયું છે. આ પ્રદર્શન તારીખ 16 અને 17 જાન્યુઆરીના સવારે 9થી 12 અને સાંજે 4થી 8 ખુલ્લું રહેશે તેમ ઇનોવેટિવ ગ્રુપના પ્રમુખ બલરાજ પાડલીયાએ જણાવ્યું હતું.
પોરબંદરમાં "તસવીરોની અનુભવ યાત્રા" ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન આ પણ વાંચો:Birju Maharaj Passes Away: કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 10,150 પોઝીટીવ કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં