- અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ કાર્યવાહી
- પોરબંદરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા આરોપીની અટકાયત
- પાસા હેઠળ વડોદરા જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇશ્યૂ કરાયું
પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ સૂચના આપી હતી.
આરોપીની અટકાયત
જે અનુસંધાને પોરબંદર I/C પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા તથા LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં શરીર સંબધી/રાયોટીંગ જેવા ગંભીર ગુનાઓ આચરનાર આરોપીની અટકાયત કરવામાં આવી છે.