ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર ખાતે રહેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી - Porbandar Fire Brigade

પોરબંદર જિલ્લામાં આવેલા સુભાષનગરમાં હાર્બર પોલીસ મથક સામે વર્ષો જૂની પાકિસ્તાનથી પકડાયેલી પાર્ક કરાયેલી બોટ સોમવારની સાંજે એકાએક આગ લાગતાં અગન જ્વાળાઓ હવામાં ફેલાઈ હતી. આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પોરબંદર
પોરબંદર

By

Published : Apr 12, 2021, 10:59 PM IST

  • પોરબંદરના સુભાષનગરમાં પડેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી
  • અગનજ્વાળાઓ ભભૂકી ઉઠતા લોકોના ટોળા એકત્રિત થયા
  • ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવાના પ્રયાસો

પોરબંદર : જિલ્લામાં આવેલા સુભાષનગરમાં હાર્બર પોલીસ મથક સામે વર્ષો જૂની પાકિસ્તાનથી પકડાયેલી બોટ પાર્ક કરવામાં આવી હતી. જેમાં સોમવારની સાંજે એકાએક આગ લાગતાં અગન જ્વાળાઓ હવામાં ફેલાઈ હતી. આ અગન જ્વાળાઓ જોઇને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના લોકોએ આવી તાત્કાલિક આવી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, આ બોટમાં લાગેલી આગ અન્ય બોટને પણ ઝપેટમાં લે તેવી પૂરી આશંકા વર્તાઈ રહી છે.

પોરબંદર ખાતે રહેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી

આ પણ વાંચો -ભારતીય તટ રક્ષક દળે માછીમારીની 'હરસિદ્ધિ' બોટને શોધીને બચાવી લીધી

પાકિસ્તાનથી આ બોટ ક્યારે આવી તેની હજૂ સુધી કોઈ માહિતી નથી મળી

સુભાષનગર પાસે હાર્બર પોલીસ મથકની સામે જે બોટમાં આગ લાગી છે, તે પાકિસ્તાની બોટ હોવાનું લોકોએ જણાવ્યું હતું, પરંતુ આ બોટ પાકિસ્તાનથી ભારત ઘૂસી જતાં ક્યારે પકડાઈ હતી અને ક્યારે અહીં પાર્ક કરવામાં આવી છે, તેની કોઈ માહિતી હજૂ સુધી પ્રાપ્ત થઇ નથી. હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો -ફિશરીઝ GMB વિભાગના અધિકારીઓની ટીમે પોરબંદરમાં સર્વે કર્યો

ABOUT THE AUTHOR

...view details