આ જાહેરનામામાં કમલાબાગથી બિરલા હોલ સુધીનો રસ્તો એકી.બેકી પાર્કીંગ, હેડ પોસ્ટ ઓફિસ થી જ્યુબેલી પુલ સુધીનો રસ્તો ટુ વ્હીલર માટે એકી-બેકી પાર્કીંગ તથા થ્રી અને ફોર વ્હીલર પાર્કીંગ માટેનો પાર્કીંગ ઝોન રહેશે. (થ્રી અને ફોર વ્હીલર પાર્કીંગ માટે જુની કોર્ટ કમ્પાઉન્ડ તેમજ હરીશ ટોકીજ પાસે વૈકલ્પિક પાર્કિંગની વ્યવસ્થા છે). લીબર્ટી રોડથી કેદારેશ્વર મંદિર સુધીનો રસ્તોનો પાર્કિંગ ઝોન (અનીલ કિચનવેર વાળી શેરી, કીર્તી મંદિર પોલીસ લાઇનવાળી શેરી તેમજ બાલાજી હનુમાનવાળી શેરીમાં વૈકલ્પિક પાર્કીંગ છે.)
પોરબંદરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
પોરબંદરઃ શહેરમાં ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પંડયાએ તારીખ 6 ના રોજ પ્રાથમિક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
શીતલા ચોકથી માણેક ચોક સુધીનો રસ્તાનો પાર્કિંગ ઝોન (શીતલા ચોક તરફથી આવતા વાહનો શીતલા મંદિરના બાજુના ગ્રાઉન્ડમાં તેમજ માણેક ચોક તરફથી આવતા વાહનો ગાયવાડી પાર્કીંગમાં વૈકલ્પીક પાર્કીંગ વ્યવસ્થા છે.) નિયત પાર્કીંગની વ્યવસ્થા સિવાયના વિસ્તારમાં વાહનો પાર્કીંગ કરવા મનાઇ ફરમાવાઇ છે.
આ જાહેરનામું ફરજના ભાગ રૂપે સરકારી વાહનો તેમજ જનતાની સુખાકારી અને સુવિધા માટે સરકારી એજન્સીઓ મારફત ચલાવવામાં આવતા વાહનો, એસ.ટી નિગમની બસો, જિલ્લા બહારથી આવેલ પર્યટકોની ખાનગી બસો, વિધાર્થીઓની સ્કુલ બસ, ઇમરજન્સી સેવા માટેની એ્મ્બ્યુલન્સો , ફાયર ફાઇટર, લગ્નનો વરઘોડો, ધાર્મિક પ્રસંગોના વરઘોડા, સ્મશાન યાત્રા સબબ નિકળતા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે તથા વધુમાં જણાવ્યુ છે કે, જે કોઇ વ્યક્તિને આ બાબતે કોઇ વાંધા કે સુચનો હોય તેમણે આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિવસ-૩૦ માં પોલીસ અધિક્ષક, પોરબંદરની કચેરી ખાતે લેખિતમાં રજૂ કરવાની રહેશે.
મુદ્દત બાદ આવેલા વાંધા કે સુચનો ધ્યાને લેવામાં આવશે નહી. મુદ્દતમાં મળેલ વાંધા કે સુચનોની પુરતી વિચારણા કર્યા બાદ આ પ્રાથમિક જાહેરનામું આખરી કરવામાં આવશે. કોઇ વાંધા સુચનો નહી આવ્યા થી આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખના 30 દિવસ બાદ આખરી ગણાશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.