પોરબંદરઃ જયુબેલી શિવમ પાર્ટી પ્લોટ પાસે આવેલા શક્તિ બાયો ડીઝલ પંપના સંચાલકને ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર જિલ્લા પોલીસ અધિકારી દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના પગલે ગેરકાયદેસર બાયોડિઝલનો સંગ્રહ કરી વેચાણ કરનારા શખ્સોને શોધી કાઢવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પોરબંદરમાં ગેરકાયદેસર બાયો ડીઝલના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો - Jubilee Shivam Party Plot
પોરબંદરના જયુબેલી શિવમ પાર્ટી પ્લોટ પાસે આવેલા શક્તિ બાયો ડીઝલ પંપના સંચાલકને ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા 2500 લિટર જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોખીરા વિસ્તારમાં શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા શક્તિ બાયો ડીઝલ પંપના સંચાલક નવઘણ ઓડેદરા પોતાના બાયો ડીઝલ પંપ પર રસ્તે જતા વાહનોમાં બાયોડીઝલ હોવાનું જણાવી ઇંધણ તરીકે પુરવા સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર અને સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર મોટો આર્થિક લાભ મેળવવાના ઇરાદે બાયોડીઝલ 2500 લિટર રૂપિયા 1,35,000 નો જ્વલનશીલ પ્રવાહી જથ્થાનો સંગ્રહ કરી બેદરકારી ભર્યું આચરણ કરતા મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો કબજે કરી અને એફ.એસ.એલ માટે સેમ્પલ લઇ તપાસણી અર્થે મોકલવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.