ગુજરાત

gujarat

પોરબંદરમાં વધુ ઝડપે કોરોનાનો રીપોર્ટ મળે તે માટે ફાળવાયું આધુનિક મશીન

By

Published : May 27, 2021, 3:48 PM IST

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા વધુ ઝડપે કોરોના રિપોર્ટ મળી રહે તે માટે અંદાજે રૂપિયા 50 લાખની કિમતનું RT- PCR આધુનિક મશીન ફાળવવામાં આવ્યું છે.

Latest news of Porbandar
Latest news of Porbandar

  • હવે પોરબંદરમાં વધુ ઝડપે કોરોનાનો રીપોર્ટ મળશે
  • આધુનિક મશીનની સુવિધા વધારાઇ
  • રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના નાગરિકો માટે આધુનિક મશીનની સુવિધા વધારી
  • સરકારે અંદાજે રૂપિયા 50 લાખની કિમતનુ ફાળવ્યું RT- PCR આધુનિક મશીન

પોરબંદર : શહેરમાં ભાવસિંહજી જનરલ હોસ્પિટલનાં લેબ વિભાગમાં રાજ્ય સરકાર દ્રારા ઇન્ફાસ્ટ્રક્ચર કિટ્સ સહિત મળીને અંદાજે રૂપિયા 50 લાખની કિમતનું RT- PCR આધુનિક મશીન ફાળવવામાં આવતા કોરોનાનો રીપોર્ટ વધુ ઝડપે અને સરળતાથી મળી રહેશે. કોરોના રીપોર્ટની કામગીરી માટે લેબ વિભાગનો સ્ટાફ દિવસ રાત ફરજ બજાવીને વધુ ઝડપે કામગીરી કરે છે. આ આધુનિક મશીનમાં એક સાથે 94 મશીન રન થાય છે. જેની પ્રોસેસ સમય 4થી 5 કલાક જેટલો હોય છે.

આ પણ વાંચો : કોરોનાને હરાવીને પોરબંદરના કોરોના વોરિયર્સ ડોકટર દંપતિ ફરજ પર થયા હાજર

એક સાથે 90થી 94 સેમ્પલ રન થાય છે

પોરબંદર જિલ્લામાં લેવાતા RT-PCR ટેસ્ટનો રીપોર્ટ સ્થાનિક કક્ષાએ અને વધુ ઝડપી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સિવિલમાં માઇક્રો બાયોલોજીસ્ટ તરીકે ફરજ બવજાવતા ડૉ. ફલક મોદીએ જણાવ્યું હતું કે, આ મશીન દ્વારા કોરોનાના રીપોર્ટ વધુ ઝડપી મળી રહે અને એક સાથે 90થી 94 સેમ્પલ રન થાય છે.

આ પણ વાંચો :પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા આપવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા

સારી ક્વોલિટીનો રીપોર્ટ ઓછી સમય મર્યાદામાં મળી રહે છે

આ મશીનની ખાસીયત છે કે સારી ક્વોલિટીનો રીપોર્ટ ઓછી સમય મર્યાદામાં મળી રહે છે. જેથી જો કોઇનો રીપોર્ટ પોઝિટિવ હોય તો વહેલી તકે સારવાર મળી રહે અને રીપોર્ટ નેગેટિવ આવે તો દર્દીને રાહત થાય છે. આ કમગીરી માટે લેબ વિભાગ સતત ચાલુ રહે છે. બુધવારે 735 રીપોર્ટ મશીન દ્વારા કરવામાં આવ્યાં હતાં. લેબ વિભાગના કર્મચારીઓ ખંતથી કામગીરી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details