ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરઃ ગાંધીજીના વિચારોનું ડિજિટલ ટેકનોલોજી સાથે ચાર દિવસિય પ્રદર્શન યોજાશે - ગાંધીજીનું જીવન દર્શન

પોરબંદરઃ ગાંધી જયંતી નિમિત્તે પોરબંદરમાં વિખ્યાત ચોપાટી મેદાન પર ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નવીનતમ ડિજિટલ ટેકનોલોજી સાથે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શન ગાંધી જયંતિના દિવસથી ચાર દિવસ સુધી ચાલશે.

ગાંધીજી

By

Published : Oct 1, 2019, 8:30 PM IST

આ પ્રદર્શનમાં સૌપ્રથમ ગાંધીજીનું જીવન દર્શન ડિજિટલ મીડિયાના માધ્યમથી કરાવાશે. સત્ય અને અહિંસાના સિદ્ધાંતથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કરનાર ગાંધી જીવન અને ગાંધી ભવન લોકોને જોવા મળશે. તેમજ હજારો લોકો ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે દ્વારા ગાંધીવિચારને જાણશે માણશે અને અપનાવશે.

આ અંગે સોમવારે પોરબંદરમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રાલય ગુજરાત વિભાગના વડા એડિશનલ ડાયરેક્ટર જનરલ ધીરજ કાકડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની સરકારે સમગ્ર દેશમાં ગાંધી એટ 150 ની વિશાળ પાયા પર ઉજવણીનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે આ પ્રદર્શન યોજાયું છે. પ્રદર્શનના માધ્યમથી હજારો લોકો સુધી ગાંધીના વિચાર રીતે પહોંચે તેવું આયોજન કરાયું છે.

પોરબંદરમાં ગાંધીજીના વિચારો ડીઝીટલ ટેકનોલોજી સાથે ચાર દિવસિય પ્રદર્શન યોજાશે


પોરબંદરની ભૂમિને પવિત્ર તીર્થમાં ગણાવતા ડોક્ટર કાકડીયા વધુમાં ઉમેર્યું હતું કે, દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ આ ભૂમિને રામ કરી અને વંદન કરે છે. ત્યારે ગાંધી જન્મ સ્થળ પર આવતા લોકો પણ ગાંધીજીના વિચારોને જાણે, સમજે અને જીવનમાં ઉતારે તે આ પ્રદર્શનનો હેતુ છે.


ABOUT THE AUTHOR

...view details