પોરબંદરઃ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સાંજે સાત વાગ્યા પછી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. આ નિયમનું ચુસ્ત પાલન કરવાના હેતુથી પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટાફ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં પોલીસ જવાનોના કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાઈ
પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં પોલીસ જવાનોના કાફલા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
porbandar
આ ફ્લેગમાર્ચમાં 35 જેટલા જવાનો અને પી.એસ.આઇ જોડાયાં હતાં. આ ફ્લેગમાર્ચ પોરબંદરના કડીયાપ્લોટ અને મીલપરા વિસ્તારમાં ફરી વળી હતી અને તમામ લોકોને નિયમનું પાલન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જે લોકોએ માસ પહેર્યું ન હોય અને સાત વાગ્યા પછી બહાર નીકળતા લોકો પાસેથી કાર તથા બાઈક રોકી પોલીસ દ્વારા દંડ વસુલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કડિયા પ્લોટ વિસ્તારમાં જ તાજેતરમાં બે લોકો પર હુમલાનો બનાવ બન્યો હતો.