ગુજરાત

gujarat

માધવપુરના પાતા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ ઝડપાયો

By

Published : May 8, 2021, 9:06 AM IST

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવવા અને તબિયત સારી થાય તે માટે તબીબો પાસેથી આશા રાખતા હોય છે. કોરોના મહામારીનો ફાયદો ઉઠાવીને માધવપુરના પાતા ગામેનો એક શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે પાતા ગામમાં રેડ પાડી આ બોગસ તબીબને ઝડપી લીધો છે.

પોલીસે પાતા ગામમાં રેડ પાડી બોગસ તબીબને ઝડપી લીધો
પોલીસે પાતા ગામમાં રેડ પાડી બોગસ તબીબને ઝડપી લીધો

  • કોઈ પણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા
  • અલગ-અલગ એલોપેથી દવા સહિતનો મુદામાલ ઝડપ્યો
  • પોલીસે પાતા ગામમાં રેડ પાડી બોગસ તબીબને ઝડપી લીધો

પોરબંદર: દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ મુશ્કેલીનો ફાયદો ઘણા લોકો ઉઠાવી રહ્યા છે .તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબ તરીકે લોકોની સાથે આરોગ્યના ચેડા કરતો એક બોગસ તબીબ માધવપુરના પાતા ગામથી પોલીસે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

મેડિકલના સાધનો સહિત 12,524નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

માધવપુરના પાતા ગામે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવવા અને તબિયત સારી થાય તે માટે તબીબો પાસેથી આશા રાખતા હોય છે અને લોકોની આ મુશ્કેલીનો ફાયદો બોગસ તબીબો ઉઠાવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં અઠવાડિયા પહેલા જ એક બોગસ તબીબ ઝડપાયો હતો. ફરીથી માધવપુરના પાતા ગામેથી કાંધાભાઈ ભીમાભાઇ કારાવદરા નામનો શખ્સ લોકોને કોઈપણ જાતની ડિગ્રી વગર સારવાર આપી રહ્યો હતો તેમજ આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી મળતા પોલીસની ટીમ ત્રાટકી હતી. બોગસ તબીબ પાસેથી અલગ-અલગ પ્રકારની એલોપેથી દવા મેડિકલ સાધનો સહિત 12,524 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો: ધાંગધ્રાના નારીચાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details