- પોરબંદર ખાતે ધન્વંતરી આરોગ્ય રથનું શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે પ્રસ્થાન કરાવાયું
- આ રથ શ્રમિક વર્ગના નિદાન અર્થે ઉપયોગી બનશે
- શ્રમિકોની પ્રાથમિક સારવાર કરવાની સાથે લેબોરેટરી ટેસ્ટમાં જનરલ રિપોર્ટ સ્થળ પર વિનામૂલ્યે કરાશે
પોરબંદર: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લામાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો તથા શ્રમિક વસાહતોમાં રહેતા અન્ય શ્રમિકો માટે પોરબંદર જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યો છે. કલેક્ટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી. કે.અડવાણીએ આજ રોજ આ રથને લીલી ઝંડી આપી લોકોના સ્વાસ્થ્ય માટે રથ પ્રસ્થાન કરાવ્યો હતો.
પ્રાથમિક સારવાર વિનામૂલ્યે સ્થળ પર જ મળી રહેશે