ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના યુવાન સાથે થયું રૂપિયા 22,941નું સાયબર ફ્રોડ - Gujarat News

પોરબંદરના જય મોતીવરસ નામના યુવાન સાથે તારીખ 26/1/2020ના રોજ એક અજાણ્યા નંબર પરથી દિપાલી બોલું છું. તેમ કહીને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ આપવાની લાલચ આપવામાં આવી હતી અને જોબ માટે રજીસ્ટ્રેશનના નામે 23,750 જેટલી રકમનો સાયબર ફ્રોડ થયો હતો. આ અંગે પોરબંદર પોલીસને જાણ કરતા પોલીસે 22,941 રૂપિયા પરત આપાવ્યા હતા.

Porbandar
Porbandar

By

Published : Mar 24, 2021, 10:19 AM IST

  • દિપાલી બોલું છું તેમ કહીને યુવાનને જોબની ઓફર કરી
  • રજિસ્ટ્રેશનના નામે 2100 ગૂગલ પેના માધ્યમથી જમા કરાવ્યાં
  • સેલેરી પ્રોસેસિંગ ફી પેટે રૂપિયા 23,750/- પડાવ્યાં

આ પણ વાંચો :શું તમે PAYTM વાપરો છો તો થઈ જાવ સાવધાન...

યુવાન સાથે થઈ સાયબર છેતરપિંડી

પોરબંદર: જિલ્લાના યુવાને નોકરી મળી જશે તેવી લાલચથી 2100 રૂપિયા google payથી ભર્યા હતા. જ્યારે તે માટેનો જોબ લેટર મળ્યો હતો અને તમારી અરજી પ્રોસેસમાં છે તેમ જણાવવામાં આવ્યું હતું અને ફસ્ટ સેલેરી પ્રોસેસિંગ પેટે રૂપિયા 23,750 જમા કરાવવા પડશે તેમ જણાવ્યું હતું. જેમાંથી 3750 પ્રોસેસિંગ ચાર્જ છે, જે પરત મળી જશે. આમ યુવાને દીપાલીએ મોકલેલા એકાઉન્ટ નંબર પર બે જુદાં જુદાં ટ્રાન્જેક્શન કરી 23,750 જમા કરાવ્યા હતા. ફરી બીજા દિવસે જોબ ઈંનસ્યોરન્સના 22,000 જમા કરાવવા પડશે, તેમ જણાવતા જય મોતીવરસને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યાં હોવાનું માલુમ પડતા પોરબંદર સાયબર ક્રાઇમ PSI સુભાષ ઓડેદરાનો સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ કરી યુવાનને 22,941 રૂપિયા પરત અપાવ્યા હતા.

પોરબંદરના યુવાન સાથે થયું રૂપિયા 22,941નું સાયબર ફ્રોડ

યુવાને લોકોને આવા ફ્રોડથી સાવધાન કર્યા

યુવાને પોલીસનો આભાર માન્યો હતો. પોલીસે લોકોને આ પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :પાલનપુરના ગઢ પોલીસ મથકે મહિલા શિક્ષિકાએ નોંધાવી સાયબર ક્રાઈમની ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details