- છેલ્લા 5 દિવસમાં 30થી વધુ અંતિમસંસ્કાર
- અંતિમ સંસ્કાર માટે વિદ્યુત સ્મશાનમાં પણ વેઇટિંગ
- 20 વર્ષ સુધી બંધ પડેલું સ્મશાન હવે કાર્યરત કરાયું
પોરબંદર : શહેરમાં આવેલા સ્મશાનોમાં છેલ્લા 5 દિવસથી દરરોજ 30થી વધુ અંતિમસંસ્કાર થાય છે, પરંતુ આ સ્મશાનમાં લોકોની સતત ભીડ જોવા મળતા સંક્રમણનું જોખમ વધ્યું હતું. જેના પગલે હવે 20 વર્ષથી બંધ પડેલું છાયા સ્મશાન હવે કાર્યરત કરવામાં આવ્યું છે.
અંતિમ સંસ્કાર માટેની વિધિમાં મર્યાદિત 20 લોકોને જ પ્રવેશ
કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે, ત્યારે દિવસેને દિવસે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પોરબંદરમાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલા સ્મશાનમાં છેલ્લા પાંચ દિવસથી એક દિવસમાં 30 થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે પંરતુ વધુ લોકો એકત્રિત ન થાય અને યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરી શકે તે માટે પોરબંદર નગરપાલિકામાં અનેક લોકોએ છાયામાં સ્મશાન શરૂ કરવા માંગ કરી હતી જેને ધ્યાને લઇને છાયાનું સ્મશાન આજે શરૂ કરવામા આવ્યું હતું.