પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓને વિકાસના કામ માટે રૂપિયા 4.12 કરોડના ચેક અર્પણ કરાયા - 4.12 crore was handed over to municipalities of Porbandar
7 ઓગસ્ટના રોજ રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આજે વિકાસના કામો માટે રૂપિયા 1,035 કરોડની રકમના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.
પોરબંદર: જિલ્લાકક્ષાએ યોજાયેલા આ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના પ્રભારી પ્રધાન જવાહર ચાવડા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરીયા તેમજ નગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ મ્યુ. ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીનું માર્ગદર્શન મેળવ્યું હતું.
પોરબંદર જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પ્રભારી પ્રધાન જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ જિલ્લાની નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાને રૂપિયા 2.50 કરોડ, રાણાવાવ નગરપાલિકાને રૂપિયા 1.12 કરોડ, કુતિયાણા નગરપાલિકાને રૂપિયા 50 લાખના ચેક પ્રભારી પ્રધાન જવાહર ચાવડા સહિતના મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ ઇસ્માઇલ નાઇ, કલેકટર ડી.એન.મોદી, વી.કે.અડવાણી, અધિક કલેકટર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.