ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો: 10 પાકિસ્તાનીઓને લઈને 'અંકિત' પહોંચી પોરબંદર જેટ્ટી - Caught Pakistani boat

ભારતીય જળ સીમા પરથી ભારતમાં ( Caught Pakistani boat) ઘુષણખોરી કરતી એક પાકિસ્તાની બોટને રવિવારે પોરબંદર કોસ્ટ ગાર્ડની અંકિત (Porbandar Coast Guard) બોટે ઝડપી હતી. આ બોટમાં સવાર 10 પાકિસ્તાનીઓને બોટ સાથે હાલ પોરબંદર જેટ્ટી લાવવામાં આવ્યા છે.

A boat with 10 Pakistanis was caught
A boat with 10 Pakistanis was caught A boat with 10 Pakistanis was caught

By

Published : Jan 9, 2022, 12:22 PM IST

Updated : Jan 10, 2022, 8:40 AM IST

પોરબંદર:ભારતની જળ સીમા(India's water border bot ) 12 નોટિકલ માઈલ લંબાઈ ધરાવે છે. આ જળ સીમામાં જો કોઈ બોટ પરમિશન વગર આવે તો તેને ગેરકાયદેસરની ઘુસણખોરી કહેવાય છે.પાકિસ્તાનથી પોરબંદરની (Porbandar Coast Guard) સમુદ્ર સીમા નજીક હોવાથી અહીં ભારતની જળ સીમા પર ઘુસણખોરી કરતા પકિસ્તાનીઓમાં વધારો થયો છે, 8મી જાન્યુઆરીના રોજ બોટ અને 10 પાકિસ્તાનીઓ ( Caught Pakistani boat) ઝડપાયા હતાં. જેમાં હાલ તમામ પાકિસ્તાનીઓને તેમની બોટ સાથે પોરબંદર જેટ્ટી લાવવામાં આવ્યા છે. આ બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે.

3 ડિસેમ્બરના રોજ 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારતીય જળ સીમામાં ઘુસણખોરી (Intrusion into Indian water Border) કરી 6 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની માછીમારી કરતી બે બોટમાં સવાર માછીમારો માછીમારી કરી રહ્યા હતા, જે ભારતીય કોસ્ટગાર્ડને ધ્યાન પર આવતા કોસ્ટગાર્ડની આરિંજય શિપના જવાનોએ 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા.

તમામને પોરબંદર ખાતે લાવવામાં આવી રહ્યા છે

આમ બે મહિનામાં અત્યાર સુધીમાં પાકિસ્તાની 3 બોટ અને 28 પાકિસ્તાનીઓ ઘુષણખોરી કરતા ઝડપાયા છે, જોકે 6 ડિસેમ્બરના રોજ ઝડપાયેલા 18 પાકિસ્તાનીઓ પાસેથી કોઈ સંદિગ્ધ પદાર્થ મળી આવ્યો ન હતો. શનિવારે ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓની (Caught Pakistani boat) પૂછપરછ બાદ જ વધુ વિગત સામે આવશે. હાલ તો તમામને પોરબંદર ખાતે લાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: India Corona Cases : વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આજે સમિક્ષા બેઠક કરશે

આ પણ વાંચો: capture bot in Pakistani: દેવભૂમિ-દ્વારકાની જળ સીમા પર કોસ્ટગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી

Last Updated : Jan 10, 2022, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details